Abtak Media Google News

રાજકોટનું તાપમાન 41.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું: અસહ્ય બફારાનો અહેસાસ

‘બિપોરજોય’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં વર્તાય રહી છે. સૌરાષ્ટ્રના  દરિયામાં કરંટ જોવા  મળી રહ્યો છે.  બીજ તરફ   ગરમીનું જોર પણ યથાવત  છે. ગઈકાલે અમરેલીનું તાપમાન  41.8 ડિગ્રી સેલ્સીયસ  નોંધાયું હતુ. જયારે રાજકોટનું  તાપમાન  41.5 ડિગ્રી રહેવા પામ્યુંહતુ. સવારથી શહેરમાં  અસહ્ય  બફારા  વચ્ચે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉંચો  રહ્યો છે. રવિવારે  મહતમ તાપમાન  42 ડિગ્રી  નોંધાયું હતુ.  જયારે સોમવારે  તાપમાન  41.8 ડિગ્રી    રહેવા પામ્યું હતુ. અને ગઈકાલે મંગળવારે  તાપમાન  41.5 ડિગ્રી નોંધાયું હતુ. અમરેલી ગઈકાલે  41.8 ડિગ્રી સાથે  રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ.

આ ઉપરાંત સુરેન્દ્રનગરનું તાપમાન  40.3 ડિગ્રી,   ભાવનગરનું  તાપમાન  37.4 ડિગ્રી,   કેશોદનું  તાપમાન  36.5 ડિગ્રી,  ઓખાનું  તાપમાન  34 ડિગ્રી,  અમદાવાદનું  તાપમાન 39.8 ડિગ્રી,  ડિસાનું તાપમાન  38.2 ડિગ્રી,  ગાંધીનગરનું તાપમાન  39.2 ડિગ્રી  વડોદરાનું તાપમાન  39 ડિગ્રી, વલ્લભ  વિદ્યાનગરનું તાપમાન 40.1 ડિગ્રી, ભૂજનું તાપમાન  37.7 ડિગ્રી,  અને કંડલાનું તાપમાન 38.1 ડિગ્રી  નોંધાયું હતુ.

વાતાવરણમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ   પણ વધતા   છેલ્લા એકાદ  પકવાડીયાથી  અસહ્ય   ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.