Abtak Media Google News

મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કાનૂની પગલા ભરવા જાથાની રજૂઆત 

ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભેટસુડા ગામમાં પરંપરા, માન્યતા, માનતા, રિવાજના નામે એક પાડો અને 30થી વધુ બોકળાની પશુબલિ ચડાવવાના કિસ્સામાં પોલીસની ભારોભાર નિષ્કિયતા સામે આવતા ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યકરો, શુભેચ્છકો, જીવદયા પ્રેમીઓમાં રોષના કારણે રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને કાનૂની પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.

બનાવની વિગત પ્રમાણે પશુબલિનું આયોજન કરનાર જ્ઞાતિના સમાજસુધારક યુવાને જાથાના કાર્યાલયે સાંજે ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે એક પાડો અને 30થી વધુ બોકળાની પશુબચી ચડાવવાની છે. તેને સમીયાણામાં બેઠેલો પાડો, બોકડાની તસ્વીર મોકલી હતી. ગમે તેમ કરીને પશુબલિ અટકાવવા જાથાને વાત મૂકી હતી. ત્યારે જાથાના ડમી માણસે સ્થળ ઉપર હોય પશુબલિની વિધિ-વિધાન ચાલે છે. જ્ઞાતિના ભુવાઓ ધૂણે છે. માતાજીને પશુબલિ કરવામાં મંજુરી માંગે છે. લોખંડની સાંકળ ધૂણીને ઉલાળે છે. શોરબકોરનો ધાર્મિક માહોલ છે. તેથી પોલીસ સમયસર આવી જાય તો પશુબલિ અટકે તેમ છે.

જાથાના ચેરમેન જયંત પંડયાએ સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલના હાજર અધિકારીને ભેટસુડા પશુબલીની સમગ્ર હકીકતથી વાકેફ કર્યા. પશુબલિ અટકાવવા માટે પોલીસ સ્ટાફને મોકલવા રજૂઆત કરી. ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્ર્ર્રનગરના અધિકારીઓને ફેકસની જાણકારી આપી દીધી.

ત્યાર બાદ જ્ઞાતિ સમાજના યુવાનો પશુબલિના પાડાની વિધિમાં અબીલ ગુલાલ કંકુ છાંટવામાં આવ્યા. શોરબકોર, ડાક વચ્ચે વાતાવરણ તન્મય બની ગયું. માતાજીના મઢમાં બોકડાની એક પછી એક પશુબલિ વિવિધ કરવામાં આવી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાને ડમીએ ફરીવાર કહ્યું કે હજી પણ પોલીસ આવી જાય તો પશુબલિ અટકે તેમ છે. જેથી ફરીને જિલ્લા પોલીસ ક્ધટ્રોલના જવાબદાર અધિકારીને ચેરમેન પંડયાએ પશુબલિ કિસ્સાની ગંભીરતાથી વાત કરી. અમારી પાસે પુરાવા છે. ડમી માસણ ત્યાં હાજર છે. સૌ પ્રથમ પોલીસ જીપ આવીને પાંચ મિનિટમાં રવાના થઇ ગઇ છે. સમીયાણામાં ગયા જ નથી તે પુરાવા છે. જાથાએ પોલીસ કંટ્રોલને વાત કરી તેમને જણાવ્યું કે, હું વાત કરું છું પરંતુ સવાર સુધીમાં પોલીસે પશુબલિ સ્થળે જવાનું મુનાસીબ માન્યું નહિ. એક પાડો, 30થી વધુ બોકળાની માતાજીની મંજુરીથી પશુબલિ થઇ ગઇ. નિરાશા સિવાય જાથાને કશું જ મળ્યું નહિ.

જાથાની ટીમ સવારે જ મહેસાણાના એસ.પી.ને. રૂબરૂ જવા નીકળી ગઇ, દેહ ત્યાગની જાહેરાત કરનારનો ફિયારકો, મંજૂરી વગરના કાર્યક્રમો, જાહેરનામા ભંગ થયેલ હોય મહંત સામે ગુન્હો દાખલ કરવા સંબંધે રજૂઆત કરી.

જાથાના ચેરમેન જયંત પંડયાએ મુખ્યમંત્રી સહિત, ગૃહમંત્રી, ગૃહસચિવ, પોલસ મહાનિર્દેશક સહિત જિલ્લા કથાએ પશુબલિ કિસ્સાની સમગ્ર ગતિવિધિથી વાકેફ કરી જવાબદારો સામે પગલાં લેવા રૂબરૂ પત્ર, ફેકસથી જાણકારી આપી દીધી. પોલીસે પશુબલિ કિસ્સામાં ગુન્હો દાખલ કરવો જોઇએ. માનતા રાખવાવાળા, ભુવાઓ, શમીયાણા બાંધેલ આયોજક, ડાક વગાડવાવાળા અને જાહેરનામા ભંગ સહિતના નિયમોના ધજૈયા ઉડાડનાર, સરકારી મંજુરી વગર કાર્યક્રમો કરનાર સામે ગુન્હો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.