Abtak Media Google News

ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા ખેડુતોની માગ

વાતાવરણ માં અચાનક પલ્ટો થતાં દિવસ નાં ઉનાળા ની ગરમી અને રાત્રે ઠંડક ને કારણે શિયાળું પાકમાં ખેડુતો ને મદદ અંશે નુકસાન થયેલ થયું છે જેમકે ઘઉં માં વહેલી ગરમી પડવાને કારણે ઘઉં માં બેથી અઢી ખાંડી નાં ઉતારા સામે દોઢથી પોણા બે ખાંડી નો ઉતારો થશે તથાં ધાણા માં ફૂલ ખરી જવાનો કારણે ચારથી પાંચ મણ ઓછો ઉતારો બેસસે તથાં જીરૂના નાં પાક માં પણ બેથી ત્રણ મણ ઓછો ઉતારો બેસસે તથાં ઉનાળું વાવેતર માં બે રૂતુ ને કારણે રોગનું પ્રમાણ વધારે આવવાને કારણે દવાનો છંટકાવ વધારે કરવો પડે છે તષા તલ તથાં મગ ઉગવામા રોકાઈ જાય છે જે ઉનાળું વાવેતર માં પણ મોટું નુકસાન ખેડુતો એ ભોગવવાનો આવશે એકંદરે જોતાં જે ડબ્બલ રૂતુ થવાને કારણે શિયાળું તથા ઉનાળુ બન્ને મોલની અંદર ખેડુતો ને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચુંટણી પહેલાં સરકારે પાક  વિમા ની જાહેરાત કરેલ હતી તેમાં કપાસ નો વિમો હજું સુધી ચુકવાયેલ નથી જે તાત્કાલીક પાક વિમા ની રકમ ચુકવી આપવામા આવે જેથી ખેડુતો ને થોડીક રાહત થાય તથાં ટેકાના ભાવે મગફળી ની ખરીદી તાત્કાલીક ચાલું કરાઈ તેવી ખેડુતો ની માગણી કરી છે :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.