Abtak Media Google News

માણાવદર ખાતે જુનાગઢ જીલ્લા સહકારી બેંકના નવા વરાયેલા હોદેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો. ગુજકોમાસોલના ડાયરેકટર વીરાભાઇ જલુ તથા રામભાઇ પાનેરા હતા. આ પ્રસંગેે જીલ્લા બેંકના ચેરમેન એલ.ટી. રાજાણી, બેંકના એમ.ડી. દિનેશભાઇ ખટારીયા તથા અન્ય મહાનુભાવોનું શાલ તથા પુષ્ણહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રાસંગીક ઉદબોધનમાં જીલ્લા સહકારી સંઘના અઘ્યક્ષ હરસુખભાઇ ગરાળાએના અઘ્યક્ષ જેઠાભાઇ પાનેરાને તેમણે પથદર્શક તરીકે બીરદાવ્યા. માણવદર તાલુકાની સહકારી પ્રવૃત્તિને ખુબ જ વખાણી હતી. આ પ્રસંગે વીરાભાઇ જલુએ સૌનું શબ્દોથી સ્વાગત કર્યુ હતું. અને પોતાની પ૦ વર્ષ સુધીના સહકારી પવૃત્તિને યાદ કરી સમગ્ર માણાવદર તાલુકાના હોદેદારોનો આભાર માન્યો હતો. દીનેશભાઇ ખટારીયાએ એમ.ડી. તરીકે સૌનો સાથ સહકાર લઇ કાર્ય કરીશું અને હંમેશા ખેડુતોનું હિત જાળવવાની ખાત્રી આપી હતી. બેંકને એન.પી.એ. નહીં થવા દઇએ અને ખેડુત પણ દરેક સીસ્ટમનો અમલ કરે તેવી આશા રાખી હતી. આ પ્રસંગે બેંકના ચેરમેન એલ.ટી. રાજાીણી બેંકની પ્રગતિ  માટે ખુબ જ સુધારા વધારા કરીશું. આ બેંકમાં વર્ષોથી ડાયરેકટર  તરીકે રહ્યો છું. તેનો શ્રેય જેઠાભાઇપાનેરાને આપું છું. સહકારી પ્રવૃત્તિની કાર્યપ્રણાલી સાથે ખેડુતોએ તાલ મીલાવવો જોઇએ. તેમણે જુના સંસ્મરણોને ખુબ યાદ કર્યા. આ પ્રસંગના અઘ્યક્ષ તરીકે જેઠાભાઇ પાનેરાએ કહ્યું કે સહકારી પ્રવૃત્તિને બીનપક્ષીય ધોરણે ચલાવવી એ આજના સમયની માંગ છે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ પરિવારની ભાવનાથી બેંક ચલાવવી જોઇએ. દરેક કાર્યકરે સહકારી પ્રવૃતિ પ્રત્યે સમર્પિતભાવ રાખવો જરુરી છે. માણાવદર તાલુકાના આગેવાન તરીકે સતત ૧ર વષ બેંકના ચેરમેન રહ્યા એ તાલુકાનું ગૌરવ છે.

બેંકને સલામત રીતે રાખવા માટે મંડળીના હોદેદારોએ જાગૃતતા દાખવવી પડશે. આ પ્રસંગે પૂર્વ હોદેદારોને પણ સન્માનથી જોઇ બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા દૂધ સંઘના ચેરમેન રામશીભાઇ ભેટારીયા, કેશોદ યાર્ડના ચેરમેન પુંજાભાઇ બોદર, નારણભાઇ ચુડાસમા, સુકાભાઇ આત્રોલીયા, સરમણભાઇ ભારાઇ, જયેન્દ્રભાઇ કુરાણી, પરબતભાઇ પીઠીયા, મનોજભાઇ ધ્રાંગા તેમજ સમગ્ર માણાવદર તાલુકાની સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓ તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે સ્નેહ ભોજન લીધું હતું. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિ. મહેશ મેતરાએ કર્યુ અને આભાર દર્શન બેંકના મેનેજર વડાલીયાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઇ પાનેરા, રામભાઇ પાનેરા, પ્રવિણભાઇ સોલંકી તથા અન્ય સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.