Abtak Media Google News

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી ચોમાસુ દરમ્યાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલ છે. જેથી સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ, નદીઓ તથા તળાવો ઓવરફલો થવાની શકયતા છે. લોકો દ્વારા ગફલતમાં રહી અને ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડવાથી પાણીમાં ડુબી જવાથી તથા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી માનવ મૃત્યુના બનાવો બનવાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત આકાશી વિજળી પડવાથી પણ માનવ મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. આ અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં રહેવું નહીં, અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહી.

બાળકોને આવા પાણીથી દુર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી ડીપ અને કોઝવે માંથી પાણીના પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવુ નહી. આકાશી વિજળીથી બચવા માટે આઇ.એમ.ડી. દ્વારા ડેવલપ કરવામાં આવેલ “DAMINI” એપ પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવી. ચોમાસા દરમ્યાન કોઇ આસ્મિક બનાવ કે ઘટના બને તો તુર્તજ જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતે ફોનનં. ૦૨૭૭૨-૨૪૯૦૩૯ જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.