Abtak Media Google News

હાલો… ભાઇબંધ… રમવા…

આજના યુગમાં ટીવી – મોબાઇલ કલ્ચરે વર્ષો જુની શેરી રમત કે વિશાળ ગ્રાઉન્ડમાં રમાતી ગેમ્સનો અસ્તકર્યો છે ત્યારે આજનું નવું જનરેશન શાળા સમય બાદ આઉટડોર ગેમ્સ વધુ જોડાતો જોવા મળી રહ્યો છે. શિક્ષણ સાથે શારીરિક શિક્ષણનું પણ મહત્વ હોય અને વિઘાર્થીઓના સામાજીક અને માનસિક વિકાસ સાથે શારીરિક વિકાસનું મહત્વ આજના યુગમાં વધુ છે. સવારની શીફટના બપોરેને બપોરની શિફટના સવારે કે સાંજે ક્રિકેટ ફુટબોલ જેવી વિવિધ આઉટ ડોર ગેમ્સનું પ્રશિક્ષણ મેળવી તંદુરસ્તી રહે છે. શાળા સમય બાદ ટયુશન વર્ગ સાથે પણ આજના બાળકો નાની મોટી કસરતો અને વિવિધ કોચીંગ એકેડમીમાં જોડાઇને રમતોનું કૌશલ્ય

સિઘ્ધ કરી રહ્યા છે. ‘અબતક’ ના કેમેરામાં જસાણી સ્કુલ ખાતે ચાલતી આર.સી. સ્પોર્ટસ કલબમાં રમત કૌશલ્ય ક્ષમતા સિઘ્ધ કરતાં કેદ થઇ ગયા હતા. આજે શહેરમાં બાળકોને રમવાના ગ્રાઉન્ડ સાથે બાળ કાર્યક્રમો યોજતી સંસ્થાની અછત જોવા મળી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.