Abtak Media Google News

મૃતકના પરિવારને રૂ.10 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.2 લાખ ચુકવવા આદેશ

હાઇકોર્ટ દ્વારા નિયુકત કરાયેલા નિવૃત્ત આઇપીએસ રાહુલ શર્માએ પીડિતોની માગને સમર્થન આપ્યું

ભોપાલકાંડ અને દિલ્હી સિનેમાગૃહ અગ્નિકાંડ જેવી જ ઝુલતાપુલની દુર્ઘટના હોવાથી તે રીતે વળતર ચુકવવા રજૂઆત

હાઇકોર્ટ દ્વારા નિયુકત કરાયેલા નિવૃત આઇપીએસ રાહુલ શર્માએ પિડીતોની માગને સમર્થન આપ્યું

ભોપાલકાંડ અને દિલ્હી સિનેમાગૃહ અગ્નિકાંડ જેવી જ ઝુલતાપુલની દુર્ઘટના હોવાથી તે રીતે વળતર ચુકવવા રજૂઆત

મોરબી ઝુલતા પુલ દર્ઘટનામાં 135 મૃતકના વારસદારો અને 69 ઘવાયેલાઓને યોગ્ય વળતર મળી રહે તે માટે હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન એક કરોડનું વળતર ચુકવવા થયેલી માગ સામે ઓરેવા ગૃપ દ્વારા સ્વૈચ્છીક રીતે રુા.5.27 કરોડ ચુકવવાની તૈયારી બતાવી હતી પરુંત આ રકમ યોગ્ય ન હોવાનું ઠરાવી આગળની સુનાવણી આજે આગળ ધપાવવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા મૃતકના પરિવારને રુા.10 લાખ ચુકવવા અને ઇજાગ્રસ્તોને રુા. 2 લાખનું વચગાળાનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. વળચર ચુકવવાથી ઓરેવા ગૃપ કોઇ પણ જવાબદારીમાંથી બચી કે છટકી નહી શકે તેવી હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે લગલગાટ બીજા દિવસે  હાઇકોર્ટમાં લંબાણ પૂર્વકની સુનાવણી ચાલુ રહી હતી જેમાં મુખ્યત્વે આ દુર્ઘટના બાદ રાજ્યમાં પુલ માટે એક સમાન જાળવણી પોલીસી, મૃતકોને વળતર, અનાથ બનેલા બાળકોના મુદા ઉપરાંત ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા – ઓરેવા કંપની દ્વારા વળતર ચૂકવવા મુદ્દે દલીલો ચાલી હતી જેમાં એક તબક્કે અજંતા ઓરેવાના વકીલે એક સાથે 300 લોકો ઝૂલતા પુલ ઉપર જવાથી અને પુલને ઝુલાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની દલીલ કરતા  હાઇકોર્ટે આટલા બધા વ્યક્તિઓને એક સાથે જવા કેમ દીધા તેવો વેધક સવાલ ઉઠાવતા અજંતા ઓરેવાના વકીલને જવાબ આપવો મુશ્કેલ થયો હતો.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાતા  હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પીટીશન દાખલ કરવામાં આવતા ગઈકાલ બાદ આજે બીજા દિવસે પણ ઝૂલતા પુલ કેસ સંદર્ભે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા રાજ્યભરના પુલ અંગેની કોમન પોલીસી અંગે વિસ્તૃત જાણકારી  કોર્ટને આપી હતી. સાથે જ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારના પુલ માટે જાળવણી સંદર્ભે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગની જે પોલીસી અમલમાં છે તેવી જ કોમન પોલીસી આગામી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામા લાગુ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

બીજી તરફ આજની સુનાવણી દરમિયાન અજંતા – ઓરેવાના વકીલ નિરૂપમ નાણાવટીએ  હાઈકોર્ટને કોઈપણ શરતો વગર હાલના તબક્કે અજંતા કંપની મૃતકો અને ઘાયલો માટે 5 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર હોવાનું જણાવતા  હાઇકોર્ટ દ્વારા 135 મૃતકો અને 56 ઘાયલ લોકો માટે માત્ર રૂપિયા 5 કરોડ જેટલી રકમ પૂરતી ન હોવાનું જણાવ્યું હતું. જો કે અજંતા કંપની તરફથી દલીલમાં જણાવાયું હતું કે, કંપનીએ નફો કમાવવા નહિ માત્ર ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેવા હેતુથી મોરબી ઝૂલતા પુલની સુનાવણી દરમિયાન એક તબક્કે અજંતા ઓરેવાના વકીલ નિરૂપમ નાણાવટીએ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાવા માટે એક સાથે 300 લોકો પુલ ઉપર જવાથી અને પુલને ઝુલાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનો તર્ક રજૂ કરતા  હાઇકોર્ટે વેધક સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, એક સાથે આટલા બધા લોકોને જવા કોને દીધા ? શુ નગરપાલિકાએ આ બધા માણસો ને જવા દીધા હતા ? સહિતના સવાલો ઉઠાવતા બચાવપક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.

દરમિયાન  હાઇકોર્ટના આજની સુનાવણી દરમિયાન પીડિત પરિવારોવતી એડવોકેટ દ્વારા ભોપાલ ગેસ દુર્ઘટના અને દિલ્હી ઉપહાર સિનેમા ગૃહમાં ચુલવવામાં આવેલ વળતર મુજબ દરેક મૃતક પરિવારને વ્યક્તિ દીઠ એક – એક કરોડ ચૂકવવા માટે માંગણી ઉઠાવી  સુપ્રીમ કોર્ટની ત્રણ ગાઈડ લાઇન મુજબ મૃતકોને વળતર ચુકવવા માંગ કરી જ્યારે સરકાર અને ખાનગી કંપનીની જવાબદારી નક્કી થતી હોય તે મુજબ પ્રવર્તમાન સંજોગો મુજબ વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી હતી.

હાઇકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટીસ અરવિંદકુમારના વડપણ હેઠળની ખંડપીઠમાં દાખલ થયેલી સુઓમોટો રીટની સુનાવણી શરુ થઇ હતી. આ સુનાવણીમાં સરકાર પક્ષે એડવોકેટ તરીકે કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ મનિષા શાહ ઉપસ્તિથ રહ્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ તરીકે નિરુપમ નાણાવટી, ઉત્કર્ષ દવે જ્યારે હાઇકોર્ટના મદદનીશ એડવોકેટ તરીકે રાહુલ શર્મા  ઉપસ્થિત રહ્યા હતા.  આજે ખુલ્તી કોર્ટમાં સુનાવણી આગળ ધપાવવામાં આવી હતી. અદાલત ઓરેવા કંપનીને વચગાળાનું દસ લાખ મૃતકના પરિવારજનોને અને ઘવાયેલાઓને રુા.2 લાખ વળતરનો હુકમ કર્યો છે. જેમાં તાત્કાલિક રુા.5 લાખ મુજબની રકમ અને ત્યાર બાદ બાકીના રુા.5 લાખ બે સપ્તાહમાં ચુકવા હુકમ કર્યો છે. અંતિમ વળતરની રકમ બાદમાં જાણ કરવામાં આવશે.

વળતર અંગે સરકાર અને ઓરેવા ગૃપની જવાબદારી

ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષના મોત નીપજ્યા છે. અને 69 નાની મોટી વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ અંગે હાઇકોર્ટમાં વળતર અંગે દાખલ થયેલી સુઓમોટો રીટની સુનાવણી દરમિયાન આ ઘટના અંગે સુપ્રીમ કોર્ટના વળતર અંગેના ચુકાદા રજુ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ કેટેગરીમાં જોઇ શકાય છે. જેમાં આ ઘટનામાં સરકારી તંત્ર જવાબદાર છે? ખાનગી સંશ્થા જવાબદાર છે? અને સરકાર અને ખાનગી સંસ્થા જવાબદાર છે. જેમાં આ કેસમાં ખાનગી સંસ્થા અને સરકાર સયુંકત જવાબદાર ગણાવામાં આવે તો ખાનગી કંપની 55 ટકા અને સરકાર 45 ટકા વળતર ચુકવવા જવાબદાર બને છે. હાઇકોર્ટ દ્વારા નિમેલા અદાલત મિત્ર રાહુલ શર્મા આ માગને સમર્થન આપ્યું હતું.

ભોપાલ ગેસ દુર્ઘટના અને દિલ્હી સિનેમા અગ્નિકાંડની જેમ વળતર ચુકવવો

ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં 2600 મૃતકના પરિવારને રુા.50 લાખ વળતર ચુકવવામાં આવ્યું હતુ. જ્યારે દિલ્હીના ઉપહાર સિનેમા ગૃહમાં લાગેલી આગમાં 59 મૃતકના પરિવારને એક એક કરોડનું વળતર ચુકવવામાં આવ્યું તે રીતે ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 મૃતકના પરિવારને અને 69 ઇજાગ્રસ્તોને વળતર ચુકવવા માગ સુઓમોટો રીટની સુનાવણીમાં માગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.