Abtak Media Google News

ભાવનગરની માય મની સોલ્યુશન નામની કંપની સંચાલકનું અવસાન થતા રોકાણકારોએ ફરિયાદનોંધાવી’તી

ભાવનગરમાં માયમની સોલ્યુશન નામની કંપની બનાવી રોકાણકારો સાથે 76.55 કરોડની છેતરપીંડી અચરવાના ગુનામાં સંડોવાયેલી સાસુ વહુને શરતી જામીન ઉપર મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

ભાવનગરમાં રહેતા હસમુખભાઈ મેઘજીભાઈ વિરડીયાએ  સને-2020 માં  તેઓના મીત્ર મારફત માયમની સોલ્યુશન નામની કંપનીમાં જુદી જુદી રીતે અંદાજે રૂા.9,05,25,000 નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ કંપનીના ભાગીદારો પૈકી ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બન્ટીભાઈ સુરપાલસિંહ ગોહીલનું અવસાન થતા માયમની સોલ્યુશન નામની કંપનીની ઓફીસ બંધ થઈ ગઈ હતી અને બાકી લેણી રકમ બાબતે કોઈએ સ્પષ્ટ જવાબ ન આપતા ફરીયાદીએ માયમની સોલ્યુશન નામની કંપનીના હોદેદારો વિરૂધ્ધ તેઓ ઉપરાંત તેઓના સગાઓના કુલ રૂા.76,55,56,00 પુરા ઓળવી જવા અંગેની ફરીયાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

છેતરપિંડીના ગુનામાં માયમની સોલ્યુશનન કંપનીના ભાગીદારની પત્ની તૃપ્તીબા ઈન્દ્રજીતસિંહ ગોહીલ અને માતા પ્રવિણાબા સુરપાલસિંહ ગોહીલએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઈકોર્ટ ધ્વારા બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઈ બંને મહિલા આરોપીને રૂમ.10 -10 હજારના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં હાઈકોર્ટમાં વિરાટભાઈ પોપટ અને રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ  નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ  વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને પ્રધ્યુમનસિંહ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.