હળવદના કીડી ગામે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં પ્રોસીડીંગ સ્ટે કરતી હાઇકોર્ટ

હળવદ તાલુકાના કીડી ગામના નાનજીભાઇ મોહનભાઇ બજાણીયાએ પોતાની સંયુકત માલીકીની કીડી ગામની સીમમાં રેવન્યું સર્વે નં. 473 પૈકી 1 ની જમીન ઉપર દબાણ થયા અંગે મોરબી કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગ એકટના મુજબ અરજી કરેલી જે અરજીની પ્રાથમીક તપાસ હળવદ પોલીસે કરેલી તે રીપોર્ટના આધારે કમીટીમાં મોરબી કલેકટરે ગુનો દાખલ કરવા હુકમ કરેલો જેના આધારે જગદીશસિંહ  બળવંતસિંહ જાડેજા વિરુઘ્ધ ગુનો દાખલ થયેલો છે. જે ફરીયાદ સામે હાઇકોર્ટમાં કવોશીંગ પીટીશન ફાઇલ કરી હતી. હુકમ કર્યો હતો.

ફરીયાદી મોહનભાઇ બજાણીયાએ પ્રથમથી જ સત્ય હકિકત છુપાવી પોતાના ભાઇ-બહેનો સાથે પણ છેતરપીંડી કરી મોરબી કલેકટર સમક્ષ ખોટી રજુઆતો કરી હળવદ પોલીસ તપાસકર્તા અધિકારીને ગેરમાર્ગે દોરી ખોટી ફરીયાદ દાખલ કરાવેલી હોય જગદીશસિંહે કલેકટર તેમજ મોરબી પોલીસ અધિક્ષકને સત્ય હકિકત જણાવી આધાર પુરાવા સહિતની અરજી કરેલી જેમાં ખોટી ફરીયાદ કરનાર નાનજીભાઇ બજાણીયા  વિરુઘ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી હતી. જગદીશસિંહે પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં કવોશીંગ પીટીશન ફાઇનલ કરેલી જેમાં હળવદ પોલીસને પ્રોસીડીંગ સ્ટે કરવાનો ઓર્ડર પાસ કરેલો છે.

જગદીશસિંહ બળવંતસિંહ ગોહિલ વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે જીતેન્દ્રગીરી કે. ગોસ્વામી, હાર્દિક જે. કરથીયા, વિજય એન. ગોહિલ તેમજ મોરબીના રશીદાબેન પરમાર રોકાયેલા હતા.