Abtak Media Google News

કાયદાના અવકાશની બહાર ખોદકામ સમાન કેસ સરકારી વકીલ દ્વારા ગણાવતા હાઇકોર્ટ જસ્ટીશે કેટલાક કેસમાં ખોદકામ જરૂરી હોવાનું ઠરાવ્યું

ગેડીયા ગેંગ દ્વારા હાઇ-વે પર પસાર થતા ચાલુ ટ્રકમાં કિંમતી માલ-સામાન ચોરી કરવા સહિત અનેક ગુના આચર્યા હોવાથી ગેંગ કેસ કરાયો’તો

મેજીસ્ટ્રિયલ તપાસ, પીએમ રિપોર્ટ અને બેલેસ્ટીક રિપોર્ટ સહિતની પુરાવા પર 19 એપ્રિલે વધુ સુનાવણી થશે

માલવણ ચોકડી પાસે હાઇ-વે પર પસાર થતા ટ્રકમાંથી કિંમતી માલ-સામાનની ચોરી કરવામાં માહિર ગણાતી ગેડીયા ગેંગ સામે 2021માં પોલીસ દ્વારા કરાયેલી કડક કાર્યવાહી અંતર્ગત ગેંગ કેસ કરવામાં આવ્યો હતો. અને તા.6 નવેમ્બર 2021ના રોજ બજાણા પોલીસ દ્વારા ચોરી અને લૂંટની તપાસ દરમિયાન પિતા-પુત્રના થયેલા એન્કાઉન્ટર અંગે હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલની સુનાવણી દરમિયાન આ કેસને કાયદાના અવકાશ બહાર ગણાવી ખોટુ ખોદકામ થતું હોવાનો સરકારી વકીલ દ્વારા  કરાયેલા બચાવ અંગે હાઇકોર્ટના ડિવિઝન બેન્ચના જસ્ટીશ એ.જે.દેસાઇ અને બિરેન વૈષ્ણવ દ્વારા કેટલાક કેસમાં જરુરી હોવાનું ઠરાવી ફોરેન્સિક રિપોર્ટ, મેજીસ્ટ્રિીયલ તપાસના પેપર, બેલેસ્ટીક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ માનવ અધિકાર પંચમાં રજુ કરાયેલા કેસ હાઇકોર્ટમાં તાત્કાલિક રજુ કરવા ફરમાન કરી તા.19 એપ્રિલે વધુ સુનાવણી કરવા હુકમ કયો4 છે.

Advertisement

ગેડીયા ગેંગની બાતમીના આધારે બજાણા પોલીસ મથકના સ્ટાફ ગત તા.6 નવેમ્બર 2021ના રોજ ગેડીયા ગામે કાર્યવાહી કરવા ગયા ત્યારે ગેંગસ્ટર હનિફખાન જત મલેક  (ઉ.વ.44) અને તેના 14 વર્ષના પુત્ર મદીન જત મલેક દ્વારા પોલીસ પર હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા બંનેના મૃત્યુ થયાનું બજાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ મૃતક, તેના પરિવાર અને પાડોશીઓ સામે એફઆઇઆર નોંધવાના બદલે ખોટી એફઆઇઆર નોંધી હોવાના આક્ષેપ સાથે મૃતક હનિફખાન જત મલેકની પુત્રી સોહાનાએ સ્વતંત્ર અને સંપૂણ તપાસની માગ સાથે પીઆઇએલ દાખલ કરી હતી.

બજાણા પોલીસ મથકના 68 પોલીસ સ્ટાફ દ્વારા એક 14 વર્ષના તરુણને કેમ કાબુ કરી ન શકયા ગેડીયાના રહેવાસીઓ અને મૃતક પિતા-પુત્ર દ્વારા પોલીસ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે હુમલામાં 68 પોલીસ સ્ટાફમાંથી કોઇને કેમ ઇજા ન થઇ તે અંગેના સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ અંગે દાખલ થયેલી ફરિયાદમાં એન્કાઉન્ટરને નકલી ગણાવી કેટલાક અશકત અને વૃધ્ધને આરોપી બતાવવામાં આવ્યા છે. કેટલાક નામ બદલી નાખવામાં આવ્યાનું જણાવ્યું છે.પિતા-પુત્રના એન્કાઉન્ટર અંગે દાખલ થયેલી પીઆઇએલની હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ એ.જે.દેસાઇ અને બિરેન વૈષ્ણવ સમક્ષ નીકળી હતી. પિતા-પુત્રના એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસની માગ સામે સરકારી વકીલ દ્વારા આ કેસને બીન જરુરી માછીમારી અને કાયદાના અવકશની બહાર ખોદકામ સમાન ગણાવી છે.

હાઇકોર્ટ જસ્ટીશ દેસાઇ અને વૈષ્ણવ દ્વારા કેટલાક કેસમાં ખોદકામ જરુરી હોવાનું ઠરાવી સીઆરપીસી 176 મુજબ થયેલી મેજીસ્ટ્રિયલ તપાસના અંતે માનવ અધિકાર પંચને રજુ કરાયેલા રિપોર્ટ, બેલેસ્ટીક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના કેસ પેપર તાત્કાલિક રજુ કરવા ફરમાન કરી વધુ સનાવણી તા.19 એપ્રિલ સુધી મોકુફ રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.