Abtak Media Google News

88 વર્ષની અભિનેત્રીએ 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરિવારની મુશ્કેલીમાં માત્ર 11 વર્ષે કામ શરૂ કર્યુ, 13 વર્ષની વયે જાણીતા ગાયિકા નુરજહાંની ભલામણથી 1945માં ફિલ્મ ‘ઝિન્નત’માં ચાન્સ મળ્યો હતો, તેમને 2007માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો 

શશિકલા સહગલ જેણે આપણે પહેલા નામથી ઓળખીયે છીએ, હિન્દી ફિલ્મ સિનેમામાં 1940 થી 2000 સુધીમાં 100 થી વધુ ફિલ્મો સહાયક અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. ગઇકાલે 4 એપ્રિલે તેમનું 88 વર્ષે મુંબઇ ખાતે નિધન થયું હતું. હેલન- બિન્દુ જેવી વિવિધ વેમ્પ અભિનેત્રીના સમયમાં શશીકલાએ ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં અભિનય કરીને સારી લોકપ્રિય હાંસલ કરી હતી. જાુની ફિલ્મોના ઘણા સુંદર ગીતો તેમના ઉપર ફિલ્માંકન થયેલા હતા. જે આજે પણ ખુબ જ લોકપ્રિય છે. તેમનો શ્રેષ્ઠ અભિનય ફિલ્મ આરતી (1962) અને ગુમરાહ (1963)માં હતો. આ બન્ને ફિલ્મો માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 2007માં ભારત સરકાર દ્વારા તેમના ફિલ્મ યોગદાન માટે પદમશ્રી એવોર્ડ અપાયો હતો.

શશીકલાનો જન્મ 4 ઓગસ્ટ 1932 માં સોલાપુરમાં થયો હતો. તેમના ફિલ્મી સક્રિય વર્ષ 1944 થી 2001 રહ્યા હતા. પાંચ વર્ષની નાની ઉંમરે સ્ટેજ પર નૃત્યુ, અભિનય અને ગીતો ગાયને પોતાની કલા રજુ કરતા હતા. દુર્ભાગ્ય કારણોથી પિતા દેવામાં ડુબી જવાથી પરિવાર મુંબઇ રહેવા આવી ગયો હતો. શશીકલા દેખાવે સુંદર હોવાથી પરિવારજનો ફિલ્મોમાં કામ તલાસ કરવા માંડયા, એ જમાનામાં ગાયિકા નૂરજહાંનો સિતારો ફિલ્મ જગતમાં ચમકતો હતો. શશીકલા તેમને મળતા તેના પણ શૌકત હુસૈન રિઝવીની ફિલ્મ ‘ઝિન્નત’ ના એક કવ્વાલીના દ્રશ્યોમાં શશિકલાને ચાન્સ આપ્યો.

62126

શમ્મીકપુરની સાથે ફિલ્મ ‘ડાકુ’ (1955)માં કામ કર્યુ, પણ આ પ્રારંભનો સંઘર્ષ હતો. પી.એન. અરોડા, અમિયા ચક્રવતિની કેટલીક ફિલ્મોમાં નાની નાની ભુમિકા ભજવી હતી. શાંતારામની ફિલ્મ ‘તીન બત્તી ચાર રાસ્તા ’(1953) અને તારાચંદ બડજાત્યાની ફિલ્મ ‘આરતી’ (1962) માં સુંદર અભિનય કરીને લોકોના દિલ જીત્યા હતા. આવી ફિલ્મો બાદ તેમને સતત ફિલ્મો મળવા લાગી જેમાં અનુપમા, ફૂલ ઔર પથ્થર, ગુમરાહ, વકત અને છોટે સરકાર જેવી ફિલ્મો બોકસ ઓફીસ ઉપર સફળ રહેતા શશીકલાનો સિતારો ચમકી ગયો.

ઘણી ફિલ્મોમાં તેમના નેગેટીવ રોલની પણ પ્રસંશા થઇ હતી. એ વખતના હિટ કલાકારો ધર્મેન્દ્ર, અશોકકુમાર, પ્રદિપકુમાર, શમ્મી કપૂર, મીના કુમારી જેવા સાથે કામ કરીને પોતાની અભિનય તાકાતથી દર્શકોની વાહ વાહ મેળવી હતી. 80 ના દશકામાં પણ સૌતમ, સરગમ, ફિર વહી રાત જેવી વિવિધ ફિલ્મો કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીવી ધારાવાહિક ‘જીના ઇસીકા નામ હૈ’,  ‘સોનપરી’,  ‘અપના પન’ જેવી માં ટચુકડા પર્દે પણ તેઓ દેખાયા, પરદેશી બાબુ, બાદશાહ, કભી ખુશી કભી ગમ, મુઝસે શાદી કરોગી અને ચોરી ચોરી જેવી ફિલ્મોમાં પણ ચરિત્ર અભિનેત્રી તરીકે હાલનાં નવા કલાકારો સાથે પણ કામ કર્યુ હતું. બાળ કલાકાર તરીકે કરોડપતિ (1936) અને ચાંદ (1944) ફિલ્મમાં કામ કરેલ હતું. 1950મા આવેલી ‘આરઝું’ ફિલ્મમાં તેમના અભિનયની સરાહના કરાય હતી. અમુક બી ગ્રેડની ફિલ્મોમાં તેણે કામ કરીને સતત દર્શકોના દિલ જીતતી શશીકલા જાુની ફિલ્મોમાં નાના કે મોટા હોલમાં અવશ્ય જોવા મળતી હતી.

અનુભવી અભિનેત્રી શશિકલા ગુમરાહ અને આરતી ફિલ્મનાં શ્રેષ્ઠ અભિનયથી જાણીતી બની હતી. 1950 થી 1980 ના દશકામાં 100 થી વધુ ફિલ્મોમાં અભિનય આપનાર શશીકલાએ પરિવારની મુશ્કેલીમાં નાનપણથી જ જવાબદારી ઉપાડી હતી. આજે તેમના જાણીતા કલાકારો રવિના ટંડન, ફરાહખાન અલી, પદમીની કોલ્હાપુરે જેવી સેલીબ્રેટીએ શ્રઘ્ધાંજલી અર્પી હતી.

તે ગમે તે પ્રકારની ભૂમિકા ખુબીથી ભજવતી…લત્તાજી

ગુણી અભિનેત્રી શશીકલાજીના અવસાનના સમાચાર સાંભળીને ખુબ જ દુ:ખ થયું તે બધા પ્રકારની ભૂમિકા બહુ જ ખુબીથી નિભાવી શકતી હતી. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ અર્પે મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. આ ઉપરાંત જાણીતા કલાકારો રવિના ટંડન, ફરાહખાન અલી, પદમીની કોલ્હાપુરે જેવા ફિલ્મ જગતનાં અનેક સિતારાઓ શશીકલાને શ્રઘ્ધાંજલી અર્પી હતી.

શશીકલાના અભિનય માટેની કેટલીક જાણીતી ફિલ્મોમાં તીનબત્તી ચાર રસ્તા, સુજાતા, આરતી, નૌ દો ગ્યારહ, કાનૂન, વકત, હરિયાણ ઔર રાસ્તા, દેવર- અનુપમા, નીલકમલ, હમજોલી, રસગમ, ક્રાંતિ, રોકી અને કભી ખુશી કભી ગમનો સમાવેશ થાય છે. શશિકલાએ અનેક ફિલ્મોના શ્રેષ્ઠ અભિનયથી સારી લોક ચાહના મેળવી હતી. આરતી ફિલ્મનો નેગેટીવ રોલ દર્શકો આજે પણ યાદ કરે છે. તેમને પહેલી ફિલ્મના કામ માટે રૂ. રપ મળેલ હતા.

શશીકલાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. જો કે તેમનું બાળપણ ખૂબ જ સમૃઘ્ધીમાં પસાર થયું હતું. શશીકલાને બાળપણથી સિગિંગ અને ડાન્સિગનો શોખ હતો. જે તેમને ફિલ્મો કામ લાગ્યો હતો. તે 70ના દાયકાની હીરોઇન અને વિલેન બન્ને પ્રકારની ભુમિકા ભજવી હતી.

પોતાની આગવી અદા અને ઓળખ સાથે એક જમાનામાં બોલીવુડમાં ઘૂમ મચાવનાર શશીકલા સીનીયર અભિનેત્રી હતી.  તેમણે મોટાભાગે સહાયક અભિનેત્રીની ભૂમિકા મોટાભાગે ફિલ્મોમાં ભજવી હતી. નકારાત્મક પાત્ર ભજવવામાં તે ખુબ જ જાણીતી હતી. શશીકપૂર અને સાધના અભિનીત ફિલ્મ ‘છોટે સરકાર’ (1974) માં ભજવેલ પાત્ર પ્રેક્ષકોના દિમાગમાં અમીટ છાપ છોડી હતી. આ અભિનેત્રીને હમેશા સેસિ વેમ્પ તરીકે યાદ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.