Abtak Media Google News

૨૦૧૩માં બીબીસી એશિયન નેટવર્ક દ્વારા સદાબહાર ૧૦૦ ગીતોને સિલેકટ કર્યા હતા. ભારતીય સિનેમાના સૌ વર્ષ પ્રસંગે સતત ૧ર કલાક આ શ્રેષ્ઠ ગીતો રજુ કર્યા હતા. ૧૯૪૦ થી ૨૦૧૦ વચ્ચેની હિટ ફિલ્મોના વધુ સંભળાતા ગીતો વોટીંગ આધારે સિલેકટ કર્યા

દર વર્ષે ઘણી ફિલ્મો બને તેમાં તેના હજારો ગીતો આવે ને જાય, પણ અમુક ગીતો તેના શબ્દોના આધારે સુંદર સંગીતને કારણે સદાબહાર થઇ જાય છે. વર્ષો પહેલાના ગીતો આજે રોમિકસ થઇને યુવા વર્ગ આકર્ષવા આવે જ છે. શ્રોતાઓ ની સમિક્ષા એક સપર્ટની રાય દ્વારા શ્રેષ્ઠ ગીતો જાહેર થતાં હોય છે. વર્ષો પહેલા અમીન સાયાની બિનાકા ગીત માલ રજુ કરતાં ને ચોટી કે બાદાન પર… આ સપ્તાહનું શ્રેષ્ઠ ગીત વગાડતા, નંબર આપતાં.

જુના ફિલ્મો તેના ગીત-સંગીતને કારણે મહિનાઓ સુધી ટોકીઝમાં ચાલતા, ગ્રામોફોન રેકર્ડ, બાદમાં કેસેટનો સીડી આવી પછી એમ.પી. ૩-૪ આવ્યા ને આજે તો ટચુકડી પેન ડ્રાઇવમાં હજારો ગીતો સમાય જાય છે. ૨૦૧૩માં બી.બી.સી. એશિયન નેટવર્ક દ્વારા પસંદ કરાયેલા ૧૦૦ ગીતોમાં પ્રથમ નંબરે ફિલ્મ ‘સુરજ’નું ‘બહારો ફૂલ બરસાવો… મેરા મહેબુબ આયા હૈ’ જે રફીએ ગાયુને સંગીત શંકર-જયકિશનનું હતું. આ ગીત આજે પણ લગ્ન પ્રસંગે અચુક સંભળાય જ છે. અમુક ગીતો તો બેન્ડવાજાવાળાના ફેવરીટ છે.

પ્રથમ પાંચ ગીતોમાં ફિલ્મ‘આવારા’નું ટાઇટલ સોંગ જેમાં પણ શૈલેન્દ્ર ના શબ્દોને શંકર જયકિશનના સંગીતમાં ગાયક મુકેશે ગાયું છે. દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મનુઁ ‘અજીબ દાસ્તા હૈ યે ’, કભી કભી ફિલ્મનું ટાઇટલ ગીત અને ‘તુજે દેખાતો યે જાના સનમ’ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેગે જેવા ટોપ પાંચ ગીતોમાં સૌથી વોટીંગ સાથે વિજેતા થયા હતા. ભારતીય ફિલ્મ જગતનો યાદ ગાર ગીતોનો દૌર ૧૯૬૦ થી ૧૯૭૦ નો ગણાય છે.

જુના ગીતોનો જાદુ અને ૭૦ વર્ષે પણ એવો જ છે. પ્રથમ પાંચ ગીતમાંથી ત્રણ ગીતોનું સંગીત શંકર જયકિશને આપ્યું છે. નવા ગીતો સામે આજે પણ જુના ગીતો ટકકર લગાવે છે. મહાન સંગીતકાર શંકર જયકીશન ઓલ ટાઇમ ફેવરીટ છે. તેના ગીતોમાં વેરાવટી મિઠાસ સાથે ઓરકેસ્ટ્રા સાથે વિવિધ વાદ્યોની અદભૂત કમાલ હતી. બરસાત ફિલ્મથી તેમની યાત્રા સંગીતકાર તરીકે શરૂ થઇને પછી હજારો ગીતો બનાવીને લોકહ્રદયમાં અમર થઇ ગયા.

આ સર્વે આજથી ૭ વર્ષ પહેલા થયો હતો. ગીતની સફળતા પાછળ શબ્દો, ગાયક, સંગીતકારની મહેનત હોય છે. ગીત, સંગીત ફિલ્મની આત્મા છે. દુનિયાભરમાં કલબ, પાર્ટી, લગ્ન, સગાઇ પ્રસંગે આપણા લોકપ્રિય હિન્દી ગીતો વારંવાર વાગતા સંભળાય છે. ટોચ ૧૦ એવર ગ્રીન ઓલ ટાઇમ હિઠ સોંગ્સમાં ફિલ્મોમાં સુરજ, આવારા, દિલવાલે દુલ્હનીયા લે જાયે, દિલ અપના ઔર પ્રિતપરાઇ, કભી-કભી, વિરાઝારા, શોલે, મુગલે આઝમ, દિલ સે અને પાકિઝાના ગીતોનો સમાવેશ થાય છે.

ટોચ ૧૦૦ ગીતોમાં નવા ફિલ્મ સાથે જાુના ફિલ્મોના ગીતો વધુ છે. જેમાં ગાઇડ, ચૌદવી કા ચાંદ, ચોરી ચોરી, શ્રી૪ર૦, અનારકલી, મેરે જીવન સાથી, ખાનદાન, નીલકમલ, પ્યાસા, મેલા, હરિરામ હરે કૃષ્ણ, કાલા બઝાર, મધુમતી, આરાધના, બૈજુ બાવરા, ધર્માત્મા, ડોન, રોટી કપડા ઔર મકાન, સી.આઇ.ડી., અસલી-નકલી, જાલ, અનમોલ ઘડી, કારવા, જવેલથીફ, સંગમ, છલીયા, અંદાજ, રતન જેવી હિટ ફિલ્મોના ગીતોનો એવરગ્રીન ઓલ ટાઇમ હિટ સોંગમાં સમાવેશ થયો છે.

‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’આ વાત આજે જ નહી આવતા હજી ૧૦૦ વર્ષ પછી પણ સાચી જ પડશે. અત્યારના ઘોંઘાટીયા સંગીતને જોડકણા જેવા ગીતોના શબ્દોન કારે ગીતો લાંબા ચાલતા નથી. એક પછી એક ગીત અદ્રશ્ય થતા જાય છે. ત્યારે જાુની ફિલ્મો તેના ગીતોને કારણે લાંબો સમય ચાલતીને સિલ્વર- ગોલ્ડન જયુબેલી ઉજવાતી હતી. સ્વચ્છ પારિવારિક ફિલ્મો સાથે સુંદર ગીતો હતા. લોકો આજે પણ જાુના ગીતો ગાય છે. લગભગ બધી જાુની ફિલ્મોના હિટ ગીતો થતાં, મજારૂહ, સાહિર, સકિલ બદાયુની, હસરત શૈલેન્દ્ર જેવા વિવિધ ગીતકારો ‘મીઠડા’ ગીતો લખતા ને સંગીતકારો મીઠી ધૂનો બનાવતા, તેથી જ જાુના ગીતો અમર થઇ ગયા છે.

અહિં થોડી ફિલ્મોના નામ લખું છું જે સમયે મળ્યે જોશો, ગીતો સાંભળજો ખરેખર એક અદભૂત  અહેસાસ થશે વાર્તા ગીતોને સંગીત બધુ જ શ્રેષ્ઠ હતું. મધર ઇન્ડિયા, બરસાત, ફિર વહી દિલ લાયાહું, ગાઇડ, સંગમ, આવારા, ચોરી ચોરી, મોગેલે આઝમ, શ્રી૪ર, તેરે ઘર કે સામને, આરાધના, આનંદ, નયા દૌર, ઇવનીંગ ઇન પેરીસ, નાઇટ ઇન લંડન, રામ ઔર શ્યામ, બૈજુ બાવરા, નવરંગ, જનક જનક પાયલ બાજે જેવી અનેક હિટ ફિલ્મોના ગીતો આજે પણ યુવા વર્ગ સાંભળે છે. જાુના ગીતોની રીંગટોનની પણ આજકાલ ફેશન છે. ત્યારના ગાયક કલાકારો પણ કલાકારને અનુરુપ વોઇસને કારણે પ્રસિઘ્ધ  થઇ જતાં જેમ કે મુકેશ- રાજકપુરનો અવાજ હતો તો કિશોરકુમારના ગીતો રાજેશ ખન્ના મેચ થઇ જતો હતો.

લગ્ન પ્રસંગે આ ગીતો અચુક સંભળાય જ…

‘આજ મેરે યાર કી શાદી હૈ’ જેવા ગીતછ બેન્ડવાજા સાથે વાગતું હોય ને સગાસ્નેહીઓ ડાન્સ કરતા હોય, છોકરીવાળા વિદાય વખતે ‘બાબુ કી દુવાયે લેતી જા’ તથા બાબુલ પ્યારે જેવા ગીતો વગાડતા હોય છે. તો છોકરાવાળા ‘લો જાયેગે… લે જાયેગે… દિલ વાલે દુલ્હનીયા બે જાયેગે’ જેવા ગીતો વગાડે છે. ફિલ્મ કશ્મીર કી કલીનું ‘યે ચાંદ સા રોશન ચહેરા’ પણ શાદીમાં અચૂક સંભળાય જ છે. હવે તો લગ્ન પ્રસંગે ઓરકેસ્ટ્રા પાટર્છ વિધી પ્રમાણેના ગીતો રજુ કરે છે, જેમાં જુના નવા ફિલ્મી ગીતો સાથે ગુજરાતી ગીતોને ગઝલો પણ રજુ કરે છે. ટુંકમાં આપણાં સૌરાષ્ટ્રના લગ્નમાં ગીતોનો જલ્વોને ડાન્સ પાર્ટી તો હોય જ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.