Abtak Media Google News

મીરા કુમાર અને રામનાથ કોવિંદની વચ્ચે કોવિંદ મેદાન મારશે!

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક ૯૯ ટકા જેટલુ મતદાન થયું હોવાનું નોંધાયું છે. ત્યારે રાષ્ટ્રપતિ કોણ બનશે? તેની જાહેરાત સૌથી વધુ મતોનાં આધારે આગામી ૨૦મી તારીખ સુધીમાં થઈ જશે બિહારનાં ભૂતપૂર્વ ગર્વનર રામનાથ કોવિંદની તેમજ વિરોધ પક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે કોવિંદ જ મેદાન મારી જશે તેવું વર્તમાન પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે.

આ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ખાસ કાર્યરત લોકસભાના સેક્રેટરી જનરલ અને રીટર્નીંગ ઓફીસર અનુપ મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને જણાવ્યુંં હતુ કે આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯ ટકા મતદાન થયું છે. જે કદાચ અત્યાર સુધીમાં સૌથી વધારે છે.

આ મતદાનની પ્રક્રિયામાં અ‚ણાચલ પ્રદેશ, છતીસગઢ, ગુજરાત, આસામ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, ઉતરાખંડ અને પોંડિચેરી સહિતના ઉતરાખંડ અને પોંડિચેરી સહિતના રાજયોમાં ૧૦૦ ટકા મતદાન નોંધાયું છે. જયારે સંસદમાં આ મતદાન ૯૯ ટકા નોંધાયું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે લોકસભાના ૭૭૬ અને વિધાનસભાના ૭૭૧ એપી આ મતદાનનો કરવાનાં હતા જેમાં લોકસભા અને રાજયસભા બંનેમાંથી એકએક વ્યકિતએ આ મતદાન કર્યું ન હતુ જેમાં ભાજપના એમપી છેદી પાસવાને આ મતઅધિકારનો ઉપયોગ કર્યો નહતો. જયારે દિલ્હીના ૭૧૭ એમપીમાંથી માત્ર ૭૧૪ લોકોએ મતદાન કર્યું હતુ ૫૫ એમપી દ્વારા રાજધાનીમાંથી મતદાન કરવા માટે મંજૂરી માગી હતી. જેમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્ય તથા યુનિયન મિનિસ્ટર ઉમા ભારતી તથા, ભાજપા અધ્યક્ષ અમિત શાહ નો સમાવેશ થાય છે. જયારે તૃણમુલ કોંગ્રેસના એમપી દ્વારા કલકતા માટે મતદાન કરવામાં આવ્યું હતુ જયારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને તેમના એમએલએ દ્વારા મીરાકુમારની તરફેણમાં મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.