Abtak Media Google News

રાજકોટ શહેર -જિલ્લા સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં શનિવારે દિવાળીનું વેકેશન પૂરું થઇ જતા વિદ્યાર્થીઓના રજાની મજા હવે પૂરી થઇ ગઇ છે અને આવતીકાલથી તમામ શાળાઓ ફરી રાબેતા મુજબ ધમધમતી થઇ જશે અને વિદ્યાર્થીઓ ફરી અભ્યાસની પ્રવૃત્તિમાં જોતરાઇ જશે.

દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂરું થતા વિદ્યાર્થીઓ હવે ફરી અભ્યાસકાર્યમાં લાગી જશે

રાજ્ય સરકારની શિક્ષણ વિભાગના કેલેન્ડર મુજબ રાજકોટ શહેર-જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં દિવાળી વેકેશન ગત 9 નવેમ્બરના રોજ પડ્યું હતું અને શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળાઓમાં દિવાળી વેકેશન 21 દિવસનું હોય તા.30 નવેમ્બર સુધીનું સત્તાવાર વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વનિર્ભર શાળાઓમાં વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓના કારણે વહેલુ વેકેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું આથી મોટાભાગની ખાનગી શાળાઓએ દિવાળી બાદનું વેકેશન ટૂંકાવી ગત 27 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું હતું

જ્યારે ગ્રાન્ટેડ, સરકારી અને અમુક ખાનગી શાળાઓમાં શિક્ષણ વિભાગના કેલેન્ડર મુજબ રજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરમિયાન હવે કેલેન્ડર મુજબ શાળાઓમાં વેકેશન પૂરું થતા વિદ્યાર્થીઓ આવતીકાલથી રાબેતા મુજબ સ્કૂલે જતા થઇ જશે. મોટાભાગની સ્કૂલોમાં જાન્યુઆરીમાં નવ માસિક પરીક્ષાઓ લેવાની હોય તેની તૈયારીઓ અને તેનો અભ્યાસક્રમ પૂરો કરાવવામાં શિક્ષકો લાગી જશે ઉપરાંત સત્રાંત પરીક્ષાની કસોટીના પરિણામો પણ જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.