Abtak Media Google News

કાલે ફી નિયમન કચેરી સમક્ષ કોંગ્રેસનું આવેદન: સ્કુલમાં વાલીઓને ફીના નામે લુંટતા બચાવવા યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

રાજકોટમાં ફી નિર્ધારણના કાયદાનો અમલ ન થતો હોવાથી કોંગ્રેસે હલ્લાબોલનું એલાન કયુૃ છે. જે સ્કુલો વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવી હેરાન કરતી હશે તેવી શાળાઓમાં જઇ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે આવતીકાલે ફિ નિયમત સમીતીની કચેરી સમક્ષ કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવશે જે અંતર્ગત આજરોજ રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

પત્રકાર પરિષદ સંબોધતા સેનેટ સભ્ય ડો. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧ર એપ્રિલ ૨૦૧૭ના રોજ ગુજરાત સરકાર દ્વારા ફી વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. અને તેના નિયમો નકકી કરવામાં આવ્યા હતા. અને હાલ જ ર૮ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ સ્કુલવાળાએ સરકારે નકકી કરેલ ફી કરતા વધારે ફી લેવી હોય તો ફી રેગ્યુલેશન સમીતીમાંથી મંજુરી લેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મોટા ભાગની સ્કુલો દ્વારા આની અમલવારી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રની ૭૦ થી ૮૦ ટકા સ્કુલવાળા આ નિયમોને અનુસરતા નથી અને આવી સ્કુલોમાં આવનારા દિવસોમાં ગુજરાત યુવક કોંગ્રેસ અને ગુજરાત એન.એસ.યુ. આઇ દ્વારા સૌરાષ્ટ ભરના તમામ જીલ્લા મથકોપર આવેદન પત્ર પાઠવી સ્કુલ ઉપર હલ્લાબોલ અને ડી.ઇ.ઓ. કચેરી ખાતે ધેરાવ કરવામાં આવશે. અને જે કોઇ વાલીઓને ફી બાબતે કે અન્ય કોઇપણ બાબતે ફરીયાદ હોય કે મુંઝવણ હોય તો એન.એસ.યુ.આઇ. અને યુથ કોંગ્રેસ દ્વારા હેલ્પ લાઇન નં. ૯૬૨૪૦ ૦૦૦૭૩ નંબર જાહેર કરાયો છે.

પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એફ.આર.સી. ના નિયમને અમલ ન કરનારી શાળાઓ સામે ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે તેમજ આવતીકાલે રાજકોટ એફ.આર.સી. કમીટી સમક્ષ આવેદન પત્ર પાઠવવામાં આવશે અને આગામી દિવસોમાં જો કોઇ શાળા ફિ રેગ્યુલેશન સમીતીના નિયમને અમલ નહી કરે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, મુકેશ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ  ગોહીલ અને યુથ કોંગ્રેસના તેમજ એન.એસ.યુ. આઇના સર્વે હોદેદારો ઉ૫સ્થિત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.