Abtak Media Google News

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર હાપા પાસે ગઈરાત્રે ટ્રકને રિવર્સમાં લેવડાવતા ક્લિનરને પૂરઝડપે ધસી આવેલી એસ.ટી.ની એક બસે ટક્કર મારતા પોતાના જ ટ્રક હેઠળ કચડાઈ જવાથી ક્લિનરનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરતા એક મહિલા પણ ઘવાયા છે. પોલીસે ક્લિનરના મૃતદેહનું પી.એમ. કરાવી કોલ્ડરૃમમાં ખસેડયો છે.

Advertisement

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા હાપા નજીકના એસ્સાર પેટ્રોલપંપ પાસે ગઈરાત્રે જીજે-૧૦-ટીવી ૯૯૮૭ નંબરના એક ટ્રક તેના ક્લિનર ઝાંસી શહેરના સુખવીર કટાભાઈ કુશવાહ (ઉ.વ.૩૩) પાછળ લેવડાવી રહ્યા હતા તેઓ ટ્રકના ચાલકને પાછળની સાઈડમાં ઉભા રહી દિશાસૂચન કરતા હતા.

આ વેળાએ જ જામનગર તરફથી પૂરઝડપે ધસી આવેલી એસ.ટી.ની જીજે-૧૮-ઝેડ ૧૮૧૩ નંબરની દ્વારકાથી અમદાવાદ રૃટની બસે તે ટ્રકના પાછળના ભાગમાં જબરદસ્ત ટક્કર મારી હતી.

આ અકસ્માતના પગલે ટ્રકના પાછળના જોટા પાસે ઉભા રહી સાઈડ આપી રહેલા સુખવીર કુશવાહ ટ્રકની નીચે પડી ગયા હતા. આ વેળાએ જ પાછળ આવી રહેલો ટ્રક નિરંતર પાછળ ધપતા સુખવીર ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જી એસ.ટી.નો ચાલક નાસી ગયો હતો. જ્યારે ટ્રકની પાછળની સાઈડમાં ક્લિનર સાઈડથી અથડાયેલી એસ.ટી. બસના આગળના ભાગનો કડૂસલો બોલી ગયો હતો જેના કારણે બસમાં આગળ બેસેલા સ્ત્રી મુસાફર ઘવાયા હતા.

અકસ્માતની જાણ થતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ૧૦૮ દોડયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડયામાં આવ્યા હતા. જ્યારે મૃતક ક્લિનરના દેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે જમાદાર એચ.એચ. પંડયા તથા રાઈટર કે.પી. જાડેજાએ મૃતદેહનું પી.એમ. કરાવી તેને કોલ્ડરૃમમાં રખાવવાની અને મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.