Abtak Media Google News

ગત વર્ષે કોરોનાની મહામારીમાં અતિ ખરાબ રીતે સપડાયેલા એવા અમેરિકામાં હાલ પરિસ્થિતિ સૌથી વધુ દરે સુધરી રહી છે. જે રીતે યુ.એસ.એ કોરોનાના ભરડામાં ઝડપથી સપડાયો હતો એ જ રીતે હવે ઝડપથી ઉગરી રહ્યો છે. અતિ બિહામણી પરિસ્થિતિવાળા આ અમેરિકાએ આખરે કોરોનાને કેવી રીતે મ્હાત આપી ?? તે દરેકને પ્રશ્ન જાગે અને એના જવાબમાં પણ એમ જ વિચારે કે આખરે તે વિશ્વની મહાસત્તા અને સુખ-સમૃદ્ધિ વાળો વિકસિત દેશ છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિ થાળે પડવા પાછળ આ મૂળભૂત કારણ નથી. તેની પાછળનું મુખ્ય

કારણ હોય તો તે છે “કોરોના કવચ”ની આયોજનબદ્ધની કામગીરી એટલે કે અમેરિકામાં જે રીતે રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે રીતે દરેક દેશમાં રસીકરણ ઝૂંબેશ હાથ ધરાય તો કોરોનાને ઝડપથી મ્હાત આપી શકાય. અમેરિકામાં કોરોના કવચએ મૃત્યુદરમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. પાછલા 10 માસમાં મૃત્યુઆંક સાવ તળિયે વયો ગયો છે. દરરોજનો મૃત્યુઆંક 3500 જેટલો હતો તે હવે માત્ર 600એ  પહોંચી ગયો છે. અડધોઅડધ રાજ્યોમાં તો મૃત્યુઆંક 0 લેવલે પહોંચી ગયો છે.

નવા સક્રિય કેસ સરેરાશ એક દિવસમાં લગભગ 38,000 જેટલો ઘટી ગયા છે. જે સપ્ટેમ્બરના મધ્યભાગથી સૌથી નીચો ચિહ્ન છે. જો કે તે હજી ચિંતાનું કારણ છે. જાન્યુઆરીની શરૂઆતમાં દરરોજ એક ક્વાર્ટર-મિલિયનથી વધુ કેસની ટોચથી 85% ઘટાડો થયો છે.

અમેરિકામાં કોરોનાથી મોતનું તાંડવ ગત વર્ષે જુલાઇ માસથી શરૂ થયું હતું. જેમાંનો ટોચનો મૃત્યુઆંક જાન્યુઆરીના મધ્યમાં એક દિવસમાં સરેરાશ 4300 કરતા પણ વધુ હતા. જે દેશના ઇતિહાસની સૌથી મોટી મોતની સંખ્યા હતી. પરંતુ રસીકરણના અભિયાનએ માત્ર એક મહિનામાં પરિસ્થિતિ બદલી નાખી અને કોરોનાને નિયંત્રણમાં લેવામાં સફળતા મેળવી. જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાંત ડો.અમેશ અડાલજાએ જણાવ્યું કે રાષ્ટ્રમાં કોરોનાને નાથવા સંઘર્ષ જારી છે અને આ પ્રક્રિયામાં રસીકરણ નિર્ણાયક રહી છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે આ વાયરસની મારવાની ક્ષમતાને જ મારી નાખવી. અને તે પ્રાપ્ત થઈ ગયું છે. અમે અસરકારક રીતે વાયરસને કાબૂમાં રાખ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર દેશના લગભગ 45% પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી અપાય ગઈ છે અને 58% થી વધુ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે. આ અઠવાડિયે, ફાઈઝરની રસી 12 થી 15 વર્ષના બાળકો માટે ઉપયોગ માટે અધિકૃતતા અપાઈ ચુકી છે જેનાથી બાળકો સુરક્ષિત થઈ જશે અને શાળાઓને ફરીથી ખોલવાનું સરળ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.