Abtak Media Google News

આપણને કોઈપણ કાર્યની શરૂઆતમાં પૂજય પૂરૂષો, ધર્માધ્યાક્ષો, યોગીપુરૂષો અથવા તપસ્વી માણસોના શુકન થાય તો સારૂ ગણાય

શુકનના પ્રકાર: શુકનના બે પ્રકાર ગણવામાં આવે છે. જે શુકનને આપણે આંખથી પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ તેને દ્રશ્ય શુકન કહેવામાં આવે છે. શુક્રનો સારા અથવા નરસા પરિણામોની આગાહી આપે છે. ઘરની બહાર નીકળતાં કે જાત્રાએ જતાં જે શરૂઆતમાં શુકન થાય છે. તેવું ફળ મલે છે. એકવાર આપણને સારા શુકન થાય પછી જો ખરાબ શુકન થાય તો વાંધો નહિ બે વાર ખરાબ શુકન થાય અને ત્રીજી વાર સારા શુકન થાય તો આગળ વધવામાં વાંધો નહિ જો ત્રણેય વાર ખરાબ શુકન થાય તે કામ માંડી વાળવું જોઈએ કામ બીજે દિવસ કરવું જોઈએ આપણે કોઈ કાર્ય કરવા તૈયાર થયા હોઈએ અને આપણને કોઈ મહાન વ્યકિત આચાર્ય. ધર્મગૂરૂ, અથવા સાધુ સંત આપણને તે કરવાની પાડે તો તરત જ તે કામ બંધ રાખવું જોઈએ ગમે તેટલા સારા શુકન થયા હોય પરંતુ ગૂરૂ આજ્ઞા વગર કામ કરવું નહિ.આપણને કોઈપણ કાર્યની શરૂઆતમાં પૂજન પૂરૂષો, ધર્માધ્યક્ષો યોગી પુરૂષો અથવા તપસ્વી માણસોના શુકન થાય તો સારૂ ગણાય. પદ્મિનીનાં લક્ષણોવાળી સ્ત્રી પતિ પત્નીનું જોકડું હાથી થોડા ગાય, બળદ, મોર, હંસ, જાતજાતનાં વાજીંત્રો, વીણા, સિતાર, ઢોલ, મૃદંગ, ચંદન, સુગંધી, લેપ, સુગંધીવાળા પદાર્થો મિષ્ટાનના શુકન, તાંબુલ પાનના શુકન, સ્વરૂપવાન સ્ત્રી અથવા પુરૂષ ધરેણા, સુંદર વસ્ત્રો, અલંકારો, સારા વસ્ત્રલંકાર પહેરેલ સ્ત્રી, ખાલી વાસણ લઈને આવતો પુરૂષ અથવા સ્ત્રી, આપણી પાછળ જોવામાં આવે તો શુભ ગણાય. સામેથી આવે તો નુકશાન થાય. જમણી બાજુ ભમરો ઉડતો જોવાય, ફૂલ પર બેઠેલો જોવાય. કુકડાનો અવાજ, મોરનો અવાજ, કોઈપણ સ્ત્રી અથવા પુરૂષ મંગલ પદાર્થો અથવા ઉતમ પ્રકારના ફળ કે સુગંધિત પુષ્પો લઈને સામે મળે. સારસ પક્ષીનું જોડું, જોવામાં આવે. અથવા તેમનો અવાજ સંભળાય. સ્મશાનમાં પવિત્ર થઈને પાછા આવતા ડાઘુ જોવાય, સામેથી મડદું મળે, નોળીયાનાં દર્શન થાય. અવાજ સંભળાય, હથિયારના દર્શન થાય. હથિયારધારી સૈનિક જોવામાં આવે, ચોખા, ઘઉં જવારાના દર્શન પોતાના પર પ્રીતિ રાખનાર માણસ, ગાયના દર્શન, વાછરડું ગાયની સાથે હોય તો અતિ ઉતમ ગણાય, પોતાના બાળકને લઈને જતી સ્ત્રી હરણ, નિલકંઠ પક્ષી દેવને માટે વપરાતી ચીજો, શ્રીફળ સોપરી, પુજાપો અગરબતી, મંગળદીપ, રાજાના દર્શન, રાજાના ચિહનો પાલખી, છત્ર, ચામર, ધજા, પતાકા, રથ સોનું ચાંદી, ઝવેરાત, કિંમતી પથ્થરો ફળ, ફૂલ માળા, પાણી ભરેલો ઘડો, પાણી ભરીને આવતી સ્ત્રી, અરીસો, મૂર્તિ, રાંધેલું અન્ન દુધ, દહીં, સુખડ ગોરોયન, અગર કેસર, કમળ ઝારી, પંખો રત્ન, સિંહાસન દેવતાઓનાં આયુધો અને ધુમાડા વગનાં અગ્નિના શુકન સારા ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.