Abtak Media Google News

જીવન કૌશલ્ય પ્રશિક્ષણ આપણી આંતરિક શકિતઓના સંવર્ધન દ્વારા લાઈફ સ્કીલનું શિક્ષણ મેળવે છે, બાળકો સ્વઉકેલની દક્ષતા પ્રાપ્ત કરે છે

સામાન્ય રીતે શિક્ષકો જે વિચારતા હોય છે એની સરખામણીએ શિક્ષણ નાટકરના ઉપયોગની વાત જરા જુદી છે, જ્યારે આપણે નાટકની વાત કરીએ છીએ ત્યારે શિક્ષકો તરત સ્ટેજ વિશે વિચારે છે. સ્ક્રીપ્ટની ચિંતા કરે અને તેમને ફિકર થયા કરે વિદ્યાર્થીઓને પ્રેક્ષકો સામે કઇ રીતે રજૂ કરીશું. પ્રારંભમાં આપણે બે ભાગ છુટા પાડીએ નાટ્યશિક્ષણ અને શિક્ષણ નાટક (ડ્રામા) શું છે? ઓક્સફર્ડ ડિક્શનરીમાં ડ્રામા શબ્દનો અર્થ સ્ટેજ પ્લે થાય છે. ગ્રીક લોકો ડ્રામાનો અર્થ ‘ઝજ્ઞ હશદય િિંજ્ઞીલવ‘ કરે છે. આ જ દ્રષ્ટિકોણ નાટક શીખવા માટે અને બાળકના વિકાસ માટે ઉપયોગી છે. શિક્ષણમાં નાટકનો ઉપયોગ સમજણ માટે છે, નાટ્ય નિર્માણ માટે નહીં. જો કે આ પ્રકિયામાં નાટક પણ બની શકે. મહત્વની વાત એ છે કે નાટકનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા માટે છે. આપણે નાટકનું નિર્માણ કરવાનું લક્ષ્ય નથી રાખવાનું. આખુ ગ્રુપ આ પ્રક્રિયામાં જોડાય છે અને કોઇ પ્રેક્ષકો હોતા નથી. શિક્ષણ શું છે? શિક્ષણ એ સમજણમાં આવતો ફેરફાર છે. નાટક એક ઓજાર છે. બાળકેન્દ્રી શિક્ષણ માટેનું નાટક એક કુદરતી આવડતથી શીખવાની રીત છે. એટલે આ ટેકનિક શિક્ષણ માટે અસરકારક રીતે ઉપયોગી થાય છે.  નાટક જે શીખવે છે એ સીધા જ નાટ્યાત્મક અનુભવનું પરિણામ નથી, પણ અનુભવ પર પડતું પ્રતિબિંબ છે, જે અનુભવના સંયોગથી જ સર્જાય છે. શિક્ષણમાટે નાટકની પદ્ધતિઓ નીચે પ્રમાણે છે.

– નાટ્ય રમતો

તેમનો ઉપયોગી વોર્મ-અપ્સ માટે, શાંત પાડવા માટે, ગ્રુપની ગતિશીલતા માટે અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા થાય છે. રમત એક જ સવાલના અલગ અલગ જવાબ દ્વારા કલ્પનાશક્તિને ખીલવે છે. આખરેખર ઉપયોગી યુક્તિછે. ટીમની રચના, વાતચીત કૌશલ્યના વિકાસ માટે અને વિશ્વાસ નિર્માણ માટેના આ પ્રારંભિક પગથિયાં છે. નિશ્ચિત માગણીઓ મૂકીએતો સામોલ થનારને ખબર પડે છે કે પ્રવૃત્તિઓ સાથે કઇ રીતે સંકળાવું

– સ્ટેચ્યું/પૂતળાઓ

નાટક શીખવવા કેટલીક આધુનિક પ્રયુક્તિઓ વાપરવામાં આવે છે. જેમાં ટેબ્લો, સ્ટેટુ, ફ્રીઝ ફ્રેમનો સમાવેશ થાય છે. ટેબ્લોમાં સહભાગીઓ પોતાના શરીરનો ઉપયોગ કરી કોઇ ઇમેજ બનાવે છે. ક્ષણને પડકવા માટે, કોઇ વિચારને મૂર્ત કરવા અથવા નાટકની કોઇ ક્ષણને અલગ પાડવા સ્ટેચ્ય ઉપયોગી છે. આ અભ્યાસમાં અભિનય દરમ્યાન વિદ્યાર્થીઓ કોઇ સંવાદ કરતા નથી. આયોજન સ્તરે જ એની ચર્ચા થઇ ગઇ હોય. સ્ટેગ્યુ શાંત, કેન્દ્રિત હોય આ યુક્તિ ગ્રુપને સાથે રહેવા પ્રેરે છે. અને દરેક જણ ભાગ લઇ શકે છે. એની તક પૂરી પાડે છે. આ એક ઉપયોગી અભ્યાસ છે. આ પ્રયુક્તિમાં પ્રારંભમાં આયોજન વખતે જરૂરી ચર્ચા થાય છે. પરંતુ તેના અભિનય દરમિયાન કોઇ સંવાદને સ્થાન નથી. સ્ટેટુ શાંત અને સ્થિર ઉપયોગી પ્રયુક્તિ છે. એ દેખાય છે એટલી સરળ નથી, તેના માટે પણ સજ્જતા જોઇએ.

– નાના ગ્રુપમાં તાત્કાલિક સુધારાઓ

અભિયનય કરતી વખતે તાત્કાલિક સુધારો (ઇમ્પ્રોવાઇઝેશન) કરવો એ બીજાના જોડામાં પગ મૂકીને ચાલવા જેવી બાબત છે. તેમાં અન્ય વ્યક્તિના સંવેદનો અને વિચારો સમજી, પ્રતિભાવ આપવાનો હોય છે. ઇમ્પ્રોવાઇઝેશનમાં આપણે વ્યક્તિગત અનુભવનો ઉપયોગ કરી અન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણને આંકવાનો હોય છે. શરૂઆતના તબકકાથી આગળ વધીએ તેમ આપણે વધારે શીખીએ છીએ. ઇમ્પ્રોવાઇઝેશનમાં બાળકોએ વિચારવાની, વાર્તાકથનની, વિચારોની અભિવ્યક્તિની કુદરતી આવડતનો ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રયુક્તિનો ઉદ્દેશ નાટ્યકલાનો ઉપયોગ કરી સમસ્યાની ભીતર પ્રવેશવાનો અને અંતે તેનો અનુભવ કરવાનો છે.- પ્રતિબિંબ (રિફ્લેક્શન)

રિફ્લેક્શનમાં બાળકના કામમાં ઊંડાણ લાવવા પ્રયત્ન થાય છે. અને તે એકવિધતામાં અટવાઇ ન જાય તેના પર ધ્યાન આપવામાં આવે છે. તાસ પૂર્ણ થયા પછી જ આ સમય હોય એવું જરૂરી નથી.તે વચ્ચે પણ લઇ શકાય અથવા પ્રારંભમાં પણ લઇ શકાય. આ એક અનુભવ છે તથા અનુભવ પર પડેલું પ્રતિબિંબ છે જે મૂલ્યવાન છે. માત્ર અનુભવ એકલો પુરતો નથી. અનુભવ પર પડેલા પ્રતિબિંબને કારણે બાળક પોતાના વ્યક્તિગત વિકાસથી વાકેફ થાય છે. બાળકો ઉચિત નિર્ણયો લેતાં શીખે છે, શીખવા દરમ્યાનના અનુભવોની ભીતર જઇ તેને સાંકળે છે અને અન્ય સંદર્ભે તેનો ઉપયોગ કરવાનું શીખે છે.

– મૂલ્યાંકન

જ્યારે શિક્ષકો મૂલ્યાંકન કરતા હોય ત્યારે પેપર અને પેન્સિલ એ પહેલી વસ્તુઓ છે જે તેમના મનમાં આવે. મૂલ્યાંકન માટે દરેક વખતે પેપર અને પેન્સિલ હોય એ જરૂરી નથી. ને માટે કોઇ પ્રોજેક્ટ, નિરીક્ષણ, કોઇ કાર્ય હોઇ શકે જે દર્શાવે કે વિદ્યાર્થી કેટલું શીખ્યો છે. આપણે ખરેખર એ જણાવવાનું છે કે વિદ્યાર્થીએ પ્રવીણતા મેળવી કે નહીં. વિદ્યાર્થીઓ માટે આપણે એને આનંદપ્રદ કેમ ન બનાવી શકીએ? કુશળતાનું વિશ્લેષણ કરવાના સર્જનાત્મક રસ્તા પણ બનાવવા જોઇએ. પૂર્વનિર્ધારિત માપદંડની સામે તે મૂકાવા જોઇએ. તેમાં ડાયરી અને જનરલ, કથાકથન, ચિત્રકામ, નિરીક્ષણ, ભજવણી તથા અન્ય નાટ્યપ્રવૃત્તિઓનું અવકલોકન, રજૂઆત પર અપાતો પ્રતિભાવ, ગ્રુપે કરેલી રજૂઆતનું મૂલ્યાંકન, ઇમ્પ્રોવાઇઝેશન વગેરે સહયોગી પદ્ધતિઓનો સમાવેશ થઇ શકે. વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા આપણે અસરકારક અને નવીન મૂલ્યાંકન પ્રણાલી વિકસાવી શકીએ છીએ. ઘણા શિક્ષકો વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિઓથી ડરે છે. કારણકે તેમાં વધારાનો સમય અને પ્રયત્નો ઉમેરવા પડે છે. બીજી તરફ, એકવાર મૂલ્યાંક માર્ગદર્શિકાઓ અને ગ્રેડનોકોડ તૈયાર થાય પછી તેને સાચવી દર વર્ષે તેનો ઉપયોગ કરી શકાય. વિદ્યાર્થી વચ્ચે ચર્ચા કરાવી તેમની સમજણનો ક્યાસ કાઢો. પ્રત્યાયનથી સમજણ ગહન થાય છે. વિદ્યાર્થીઓને તક મળવી જોઇએ તેમના તર્કની ચર્ચા કરવાની અને તર્કનો અર્થ દર્શાવવાની. સમસ્યાઓના નિરાકરણ માટે વિદ્યાર્થીઓને સમય આપો જેથી તેઓ ચર્ચા કરી ખુલાસા આપી શકે અને પોતાના જવાબને સ્પષ્ટ કરી શકે. તેઓ પૂર્ણપણે સાચા ન હોય તો પણ. તેમને પ્રારંભિક દિશા આપવા આ પ્રકારના સાવલો પૂછી શકાય-તમે તમારી સમસ્યા કઇ રીતે ઉકેલી ? તમે આ જ રીતે તેને કેમ ઉકેલી ? શું આપણે અન્ય કોઇ રીતે તેને ન ઉકેલી શકીએ ? ભજવણી આધારીત મૂલ્યાંકનમાં હોટ-સીટ, વાર્તાલાપ વર્ણન, સમજૂતિ, વાર્તાની ફરી રજૂઆત, વાર્તાનું કે મેટરનું વિભાગીકરણ વગેરેનો સમાવેશ થઇ શકે. વાર્તાલાપ ગતિવિધિનો સમાવેશ કોર્સમાં કરી તેને અલગ અલગ ગ્રેડ આપી શકાય અને અનેક લોકોનો તેમાં સમાવેશ થઇ શકે. પારંપરિક પુસ્તક અહેવાલની સરખામણીએ વાર્તાલાપ એક સારો વિકલ્પ છે. વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી કો પાત્રમાં કે વસ્તુમાં પોતાને રૂપાંતરિત કરી શકે. વિદ્યાર્થીઓ કલાસરૂમમાં જે શીખ્યા છે. તેના આધારે પોતાની ક્ષમતાને ભજવણી, ડ્રોઇંગ કે કાવ્ય લેખન જેવી અભિવ્યક્તિના માધ્યમમાં રૂપાંતરિત કરી શકે. તો તેઓ જે શિખ્યા છે તેના પરિણામનો નિર્દેશ આપણને સાંપડે.

નાટયશિક્ષણ આ રીતે શકય બને છે

  • નિરીક્ષણ
  • શોધ
  • પ્રત્યાયન (કમ્યુનિકેશન) અને જોડાણ
  • સંબંધનું ચણતર
  • માહિતીનું આયોજન
  • ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ
  • સાંસ્કૃતિક જાગૃતતા
  • જીવન કૌશલ્ય – લાગણીની સમજણ, સાનુભૂતિ, ટીકાત્મક વિચારસરણી, સમસ્યાના ઉકેલ, નિર્ણાયકરતા, સર્જનાત્મકતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.