Abtak Media Google News

માતા-પિતાએ સંતાનોને પરિસ્થિતિનો સામનો કરવા મદદરૂપ થવું, તેમને ગમતું કરવા પ્રોત્સાહિત કરવા જોઇએ

સંસારનું સૌથી મોટું સુખ માતૃત્વ અને પિતૃત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. દરેક બાળકની સાથે માત્ર એક જ નહિં પરંતુ ત્રણ નવી જીંદગીની શરૂઆત થાય છે. જ્યારે કોઇ દંપતિને ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે તે સ્ત્રી-પુરૂષ મટીને માતા-પિતા બને છે અને તેમના વૈયક્તિક સુખ તેમના સંતાનોના સુખમાં પરીણમે છે. પરંતુ જ્યારે બાળકો મોટા થઇને મુગ્ધાવસ્થામાં પહોંચે છે. ત્યારે તેમનું સર્વસ્વ કોઇ અજાણ્યું માણસ બની જાય છે. પોતાના જીવનની તમામ ખુશીઓને તે કોઇ એવી વ્યક્તિના હાથમાં સોંપી દે છે. જેને દૂર-દૂર સુધી તેની કોઇ ચિંતા નથી હોતી.

દરેક માણસ પોતાના જીવનના એક તબક્કામાં આ અવસ્થામાંથી પસાર થાય છે. આ અવસ્થા એટલે પ્રેમની અવસ્થા, કોઇના વ્યક્તિત્વમાં મુગ્ધ થવાની અવસ્થા. આજના સમયમાં યુવાવસ્થામાં રહેલ માતા-પિતાઓ પણ એક સમયે મુગ્ધાવસ્થામાંથી પસાર થયા હશે. પરંતુ ત્યારનો સમય અલગ હતો. ત્યારે જો કોઇનું હૃદ્યભંગ થાય તો જે-તે વ્યક્તિને જ પોતાનું સર્વસ્વ ન માનીને જીવનમાં આગળ વધીને કંઇક કરી દેખાડવાની ભાવના હતી.

પરંતુ આજનો સમય તદ્ન વિરુધ્ધ છે. આજે બાળકો પાસે મોબાઇલ ફોન આવ્યો છે. મોકળાશ વધી છે. સોશિયલ મીડિયા નામનું શસ્ત્ર આવ્યું છે અને આ બધાના પરોક્ષ પરિણામે સંતાનમાં આગળ વધી જવાની ભાવનાનો અંત આવ્યો છે. આ સમયે માતા-પિતાની ફરજ છે કે તેઓ તેના સંતાનોની પડખે ઉભા રહીને તેમના મિત્રો બનીને તેમને સાચી રાહે દોરી જાય.

જો તમારૂં સંતાન તેના પ્રથમ બ્રેકઅપ કે હૃદ્યભંગ સમયે કિશોરાવસ્થામાં હોય તો તેને સૌથી વધારે મુશ્કેલી થાય છે. કારણ કે આ અવસ્થામાં વ્યક્તિ દરેક લાગણીઓને તીવ્ર રીતે અનુભવતા હોય છે. તેમના માટે તેમના લક્ષ્ય પર ટકી રહેવું મુશ્કેલ બને છે અને તે ભટકી જાય છે. પરંતુ તે સમયે માતા-પિતા શું કરી શકે છે? આ રહ્યો જવાબ.

તમારે સમજવું પડશે કે આ સમસ્યા તમારા સંતાનની છે, તમારી નહિં તમે તેની સાથે ફક્ત તેને સધિયારો આપવા માટે છો. સમસ્યાને ઉકેલવા માટે નહીં.

તમારે તમારા સંતાન તમારી કોઇ સ્વાનુભૂતિ કે કાલ્પનિક વાર્તા કહીને આ ઉંમરે એ બધુ સામાન્ય છે. તેમ કહેવાનું નથી. જ્યારે તેમની પીડા ઓછી થાય ત્યારે આ બધું તેને રાહત અને પ્રેરણા આપશે. તાજા-તાજા બ્રેકઅપ/હૃદ્યભંગની અવસ્થામાં તે કંઇ સાંભળવા નહીં માંગે પરંતુ તમે તેને સાંભળો તેવું ઇચ્છશે. તેમની પીડાને સામાન્ય સમજવાની ભૂલ ન કરો.

એવું બની શકે કે તેઓ વધુ સમય એકલા પસાર કરવા માંગે તો તેઓને એમ કરવા દો. બસ તેમની એટલી ખબર હોવી જોઇએ કે જ્યારે પણ તેઓ વાત કરવા ઇચ્છે ત્યારે તમે વાત સાંભળવા તૈયાર છો.

તેમને એવું સમજાવો કે સોશિયલ મીડિયા પર જે-તે વ્યક્તિની નિંદા કરવી યોગ્ય નથી કારણ કે આ વાત પર તેઓને કદાચ પાછળથી પસ્તાવો થઇ શકે છે. સંતાનોને આ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરો. તેઓને ગમતી રમતો રમવા દો.

તેઓને એવું ન લાગવું જોઇએ કે જો તેઓ દેખાવમાં વધુ સારા હોત વધુ પ્રભાવશાળી રીતે વાતચિત કરતા હોત તો આવુ કંઇ ન થયું હોત. આ વાતને ધ્યાનમાં રાખીને જ તેઓ દુ:ખની અનુભૂતિ કરે તે અગત્યનું છે. તેઓએ પોતાની પીડાનો સ્વીકાર કરીને પોતાની જાતને પાછી મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

જો તમારું સંતાન આ પીડામાં બે અઠવાડિયા કરતાં વધારે સમય રહે છે, તો તમે કોઇ નિષ્ણાંતની મદદ લઇ શકો છો. યાદ રાખો, તમે તમારા બાળકને સાચા-ખોટા વિશે ગમે તેટલો કહેવાનો પ્રયત્ન કરશો.

અમુક પરિસ્થિતિઓ અનિવાર્યપણે સર્જાશે જ ! તેથી જ્યારે જે થાય તે થવા દો અને તમારા સંતાનને પ્રેમ અને હૂંફ આપતા રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.