Abtak Media Google News

મોદી સરકારની જેમ રૂપાણી સરકારે પણ કોરોના સામેની લડાઈ મજબૂતાઈભેર લડી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ બીજી લહેરમાંથી વધુ ઝડપભેર ઉગરી રહ્યું છે. ત્યારે સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય લઈ કોરોનામાં અનાથ થયેલા બાળકોના માઈ-બાપ બનવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે. કોરોનાને કારણે જે બાળકોએ માતા અને પિતા ગુમાવ્યા હોય તેમનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  આ જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર માત્ર આવા બાળકોને આર્થિક સહાય જ નહીં પરંતુ આ સાથે બાળકોને શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.

કોરોનામાં અનાથ થયેલ બાળકને સરકાર નીચે મુજબની સહાય આપશે

  • 18 વર્ષ સુધી દરેક બાળકને દર મહિને રૂપિયા 4000ની આર્થિક સહાય આપશે
  • 18 વર્ષથી વધુ વયના ને જ્યાં સુધી 21 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર માસે 6 હજારની સહાય અપાશે – વિદેશમાં અભ્યાસ અર્થે લોન અપાશે
  • આ માટે આવકની કોઇ મર્યાદા નથી રખાઈ  -કોરોના માતા-પિતા ગુમાવનાર બાળકીને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે અગ્રીમતા અપાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.