Abtak Media Google News

અત્યારે ગરમી ધીમે-ધીમે એનો પરચો બતાવી રહી છે. ઉનાળો આવી ગયો. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લે તો પરસેવાની દુર્ગંધ દૂર કરવા અને શરીરને ઠંડક પહોંચાડવા લોકો ટેલ્કમ પાવડરનો છૂટા હાથે ઉપયોગ કરે છે.

પાવડર બનાવતી કંપનીઓ ઠંડા ઠંડા કુલ કુલ, કીલ મહાસેકા દુશ્મન આઇસી આઇસી જેવા શબ્દો વહે પોતાની પ્રોડક્ટની જાહેરાત કરે જ છે.

શરીરની ઠંડક માટે ઉપયોગમાં લેવાતા આ પાવડર શરીર માટે કેટલા નુકશાન કારક છે. એ તમે જાણો છો ?

સુંદરતા જાળવી રાખવા મહિલાઓ  ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતી હોય છે. ટેલ્કમ પાવડર વાપરી શકાય છે. શું તમને ખબર છે ? તેમાં એક પ્રકારનો મિનરલ પદાર્થ હોય છે. જે તમને અને તમારી ત્વચાને ખૂબ જ નુકશાન કરે છે.

મહિલાઓ ગોરા દેખાવા ટેલ્કમ પાવડરનો ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ ઉપયોગ કરે છે. પણ તમારે તેનાથી બચવું જોઇએ. ટેલ્કમ પાવડરથી તમારા શરીરમાં કેન્સર પણ થઇ શકે છે. જો તમારે ફેફડાના કેન્સરથી બચવુ હોય તો ટેલ્કમ પાવડરને તમારી બોડી પરના લગાવો. બાળકોને વધુ ખતરો હોય છે. ટેલ્કમ પાવડરથી મુલાયમ, સફેદ અને સુંગધીત ટેલ્કમ પાઉડરનો ઉપયોગ બધા જ કરતા હોય છે. તે ભલે પછી નાના હોય કે મોટા હોય. આ એક લોકપ્રિય સૌર્દ્ય પ્રસ્લાન પણ છે. ખાસ કરીને ગરમીઓમાં શરીરની દુર્ગંધને ઓછી કરવા અને પરસેવો રોકવા વાળા ગુણને કારણે માંગ વધતી જાય છે.

ફુડ એંડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (૨૦૧૦)ને પણ ટેલ્કમ પાઉડરને સુરક્ષિત કોસ્મેટીક પ્રોડક્ટ ઘોષિત કર્યુ હતું. તો પણ આમા કાંઇક એવી વસ્તુ છે જેનાથી નુકશાનકારક બને છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે ટેલ્કમ પાવડર બને છે. આપણા માટે મુસીબતનું કારણ.

૧- જેરીલો છે ટેલ્કમ પાવડર :

ટેલ્કમ પાઉડરમાં એક ટૈલ નામનું મિનરલ હોય છે. જો કે તે સેહત માટે નુકશાનકારક હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેની વધુ માત્રા શ્ર્વાસ માધ્યમથી શરીરના અંદર ચાલ્યો જાય છે. જોવામાં આવે કે તે નુકશાનકારક મિનરલ એન્ટીસેપ્ટિક્સ, બેબી પાવડર અને ટેલ્કમ પાવડરમાં ઉપયોગ થવા વાળા મુખ્ય મિનરલ છે.

૨- શ્ર્વાસથી જોડાયેલી બિમારીઓ :

ટેલ્કમ પાવડરથી શ્ર્વાસને જોડાયેલી સમસ્યાઓ હોય શકે છે. ખાસ કરીને બાળકોમાં અમેરિકન એકેડમી ઓફ પિડીયાટ્રિક્સ દ્વારા તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની સલાહ દેવાય ચુકી છે. શ્ર્વાસની સાથે જાવા પર તે બાળકોને ન્યુમોનિયા થવાનું કારણ બની શકે છે. એટલા માટે માં ઓને સલાહ દેવામાં આવે છે કે તે બાળકોને લગાવે તે પહેલા તે પોતાના હાથ ઉપર લગાડીને જોવે.

૩- ટૈલ્કોસિસ પણ હોઇ શકે છે.

ટેલકમ પાવડરના ઉપયોગ કરવા પર એના કોઇક કણ હવામાં પણ ફેલાઇ જાય છે અને શ્ર્વાસના સાથે શરીરના અંદર ચાલ્યો જાય છે. જેના લીધે છીંક આવવી, ગભરાહટ થાઇ, શ્ર્વાસ ચડી મરવો અને સમસ્યાઓ પેદા થાય છે. અને આજ નહીં આના કારણે ટૈલ્કીસિસ અને ફેફ્સાઓમાં જલન પણ પેદા હોય શકે છે.

૪- ગર્ભાસયમાં જલન :

બહુ જ બધી મહિલાઓ તેના ગૃપ્ત અંગો ઉપર તેનો ઉપયોગ કરતી હોય છેે. જેનાથી તેના કણ ગર્ભાશયમાં પ્રવેશ કરી જાય છે. આ કણ પહેલ ફેલોપિન ટ્યુબના અંદર જાય છે. અને પછી ગર્ભાશય સુધી પહોંચી જાય છે. જેના કારણ ગર્ભાશયમાં જલન અને ગર્ભાશયનું કેન્સર જેવી ગંભીર સમસ્યા પણ પેદા થઇ શકે છે.

૫- ફેફડાનું કેન્સર :

તે લોકો જે બહુ વધુ માત્રામાં ટેલકમ પાઉડરનો ઉપયોગ કરે છે. તેની શ્ર્વાસથી તેના કણ ફેફ્સાની અંદર ચાલ્યા જાય છે. જેનાથી ફેફ્સાને લાગતી સમસ્યાઓ થાતી હોય છે અને આગળ ચાલીને તે ફેફ્સાનું કેન્સરના થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.