Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 6

પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખું સપ્તાહ કામકાજથી વ્યસ્ત તથા લાભકારી જણાશે. આ સપ્તાહ દરમિયાન આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો. જૂનાં કરજમાંથી મુક્ત થવાના તેમજ જૂની ઉઘરાણી પાકવાના પણ સંયોગો. ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું નીવડશે. સરકારી ખાતાના તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ રહેશે. 12 તથા 15 ફેબ. મધ્યમ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 8

કંસ્ટ્રકશન કંપની એવમ સીવીલ એંજીનીયરીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે દરેક પ્રકારના સ્ક્રેપ યુનિટના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગ દોડ વાળું જણાશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતકો એવમ વ્યાપાર વણિજના એકમના જાતકો માટે દોડધામ વાળું તથા અર્ધ લાભદાયી સપ્તાહ. પરિશ્રમ વાળા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃત્તો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નિવડશે.  17 તથા 18 ફેબ. સાધારણ જણાશે

મિથુન (ક,છ,ઘ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 4

આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાની સંભાવના સાથે ચડાવ ઉતારના સંયોગો, બદલી તેમજ  બરતરફીની સંભાવના. નાના ઔદ્યોગિક એકમના જાતકો તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે હળવું ફાયદાકારક સપ્તાહ નીવડશે. સ્ટેશનરીઝ તેમજ વૂડન ઉત્પાદના ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવારમાં મતભેદની શકયતા. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત્તો, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 15 તથા 18 ફેબ. સાધારણ નિવડશે.

કર્ક  (ડ,હ) 

Whatsapp Image 2023 02 11 At 5.26.08 Pm

કેમિકલ્સ એકમના જાતકો તથા પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારના ઉત્પાદ એકમના જાતકો માટે વિશેષ લાભદાયી સપ્તાહ. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમના જાતકો માટે સપ્તાહ અર્ધ લાભદાયક સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે અર્ધ-લાભદાયી સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભદાયક રહેશે. વાણિજય શાખા ના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ પણ લાભકારી. 17 ફેબ્રુઆરી સરેરાશ નીવડશે.

સિંહ (મ,ટ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 9

સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે લાભકારી સપ્તાહ. કુરિયર કાર્ગો એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. પ્રિન્ટસ, કાગળ, પ્રકાશન એકમના જાતકો તથા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે. આ સપ્તાહે પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદના સંયોગો. નિવૃત, મહિલા કર્મી,ગૃહિણી તથા છાત્ર માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 12 ફેબ. સામાન્ય નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 10

હોટેલ, રેસ્તોરાં જેવાં એકમના જાતકો માટે સરેરાશ સપ્તાહ. તેમજ પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમોના જાતક તથા ફેબ્રિકસ તથા હર્બલ પ્રોડકટના એકમના જાતકો માટે સાનુકુળ, લાભકારી સપ્તાહ. અગાઉના અધૂરા રહી ગયેલા કામકાજ પૂરા થવાની સંભાવના, જૂની ઉઘરાણી પાકવાના સંયોગો. ઔદ્યો. તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. નાના તથા છૂટક વ્યાપારીઓ માટે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે વ્યસ્ત અને લાભદાયી સપ્તાહ. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. 13 તથા 17 ફેબ્રુઆરી સાધારણ જણાશે.

તુલા  (ર,ત)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 1

જાહેર ક્ષેત્રની વ્યક્તિ તથા સેલેબલ વ્યક્તિઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. કાયદો-વ્યવસ્થા તંત્રના તમામ વિભાગના કર્મીઓ તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. હોટલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એન્ડ ટ્રાવેલ્સ એજંસીઝ જેવા ધંધા-વ્યવસાય એકમના જાતકો માટે આ હળવું લાભકારી સપ્તાહ. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ ભાગદોડીયું નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે સાનુકૂળ સપ્તાહ. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃત્તો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 12. 16 ફેબ. મધ્યમ જણાશે.

વૃશ્ચિક (ન,ય)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 7

સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ખાનગી એકાઉન્ટસી, બેંક, વીમા કંપની જેવા એકમના જાતકો માટે અનેક નવી તકો મળવાના સંયોગો સાથે સાનુકૂળ સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગ દોડ વાળું તથા અર્ધ લાભદાયી નીવડશે. વ્યાપાર ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સરેરાશ જણાશે. સરકારી કર્મચારી માટે લાભકારી સપ્તાહ, બદલીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સાનુકૂળ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃત્તો તથા ગૃહિણીઓ, વર્કીંગ વૂમન માટે સાનુકૂળ સપ્તાહ. 16, 17 ફેબ. અર્ધ મધ્યમ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 2

ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે અર્ધ સાનુકૂળ સપ્તાહ. સ્વગૃહી/ ઉચ્ચસ્થ શનિ વાળા જાતકો માટે બહુ લાભકર્તા સપ્તાહ, સાથે સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશ રહેતા જાતકો માટે લાભદાયી સપ્તાહ. હેવી મશીનરીઝના ઉદ્યોગ તથા ધંધા તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાન્સ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે લાભ મળવાનાં સંયોગો. ગૃહ ઉદ્યોગ, નાનાં વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, સંભવ કાળજી રાખવી. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 14, 16 ફેબ્રુઆરી મધ્યમ રહેશે.

મકર (ખ,જ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 3

સ્ક્રેપનાં તથા જૂની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એસોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ નાના મોટા વ્યાપારી એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં શાંતિ જણાશે મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી, નિવૃત્ત, માટે સાનુકૂળ સપ્તાહ. 18 ફેબ. સાધારણ રહેશે (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm

આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાના અનેક સંયોગો બને છે. સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. મોટા તથા જથ્થાબંધ, નાનાં વ્યાપાર વણિજના જાતકો તથા હેવી મશીનરીઝ્થી ચાલતા ઔદ્યો-વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી સપ્તાહ. રિયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ રહેશે. નાનાં ઉદ્યોગ તથા ધંધાના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફીની સંભાવના. ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. 16 ફેબ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

Whatsapp Image 2023 02 11 At 5.26.09 Pm 5

શેર બજાર તથા અન્ય સટ્ટા કે વાયદા બજારના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડશે. ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય તથા જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. કામકાજ અધૂરા રહેવા સંભવ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે લાભકારી સપ્તાહ. મહિલાકર્મી, છાત્ર તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયક સપ્તાહ. 14 ફેબ. સામાન્ય નીવડશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.