Abtak Media Google News

હાલ બે દિવસ પહેલા જ બોલિવૂડના એક્ટ્રેસ હૃતિક રોશને પિતા રાકેશ રોશના કેન્સરની ખબર જાહેર કરી હતી. ગઈ કાલે રાકેશ રોશનએ પોતાની સર્જરી કરવી હતી. હૃતિક રોશનએ પણ રાકેશ રોશનના ફેન્સ માટે તેમની સર્જરી બાદની તસ્વીરો ઇન્સટાગ્રામના એકાઉન્ટ પર શેર કરી છે.

Advertisement

ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટ પર રિપલાઈ આપતા તેમણે તેને સર્જરીમાં સફળતા મળવાની ખુશ ખબર પણ આપી છે. હૃતિક રોશનએ પરિવારની કેટલીક તસ્વીરો શેર કરી છે. જે સર્જરી બાદની તસ્વીરો છે.

રાકેશ રોશનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને ઘરે આવીને પરિવાર સાથે રાકેશ રોશને દીકરાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રાકેશ રોશનના નાકમાં ટ્યૂબ લગાવેલી જોવા મળી હતી. જન્મદિવસ પર હૃતિક પિતા સાથે ઘણો જ ખુશ જોવા મળતો હતો. રાકેશ રોશન પણ ફિટ દેખાતા હતા. હૃતિકે ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘તમારા પ્રેમ તથા દુવા માટે આભાર… આજે મારા માટે બહુ જ મોટો દિવસ છે…’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.