Abtak Media Google News

બાબરાના બળેલ ગામના દંપતીના બાઈકને કારે હડફેટે લીધું: કોળી પરિવારમાં શોક

જેતપુર-જૂનાગઢ માર્ગ પર આવેલા ભાદરના પુલ પાસે કારે બાઈકને હડફેટે લેતા બાબરાના બળેલ ગામના યુવકનું પત્નીની નજર સામે મોત નિપજતા કોળી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરા તાલુકાના બળેલ પીપળીયા ગામે રહેતા ભુપતભાઈ નાનજીભાઈ રાઠોડ નામના કોળી યુવાન અને તેની પત્ની બાઈક લઈને ગોંડલ આવી રહ્યા હતા.

ત્યારે જેતપૂર નવાગઢ ભાદરના પુલ પાસે પહોચ્યા ત્યારે રાજકોટ તરફથી આવતી જી.જે. ૭ બી.આર. ૪૧૧૫ નંબરની કારે બાઈકને હડફેટે લેતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભુપતભાઈ રાઠોડનું મોત નિપજયું હતુ જયારે તેની પત્નીને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે મૃતકના ભાઈ ભરતભાઈ કોળીની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.