Abtak Media Google News

દિલ્હીના અક્ષર પટેલનો ઓલ રાઉન્ડ દેખાવ : બેટિંગ બાદ  બોલિંગમાં પણ ચુસ્ત પ્રદર્શન કર્યું,  બે મહત્વપૂર્ણ વિકેટો ઝડપી

આઆઇપીએલ 2023 સીઝનની 34 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. લો સ્કોરિંગ મેચ હોવા છતાં દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને 7 રનથી માત આપી હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને  પહેલા બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન ફટકાર્યા હતા. 20 ઓવરમાં 145 રનની લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 137 રન બનાવ્યા હતા. આમ, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની 7 રને જીત થઈ હતી. તો દિલ્હી કેપિટલ્સ તરફથી કોઈપણ ખેલાડી સારો સ્કોર બનાવી નહોતો શક્યો. દિલ્હી તફરથી સૌથી વધુ રન અક્ષર પટેલ 34 બોલમાં 34 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલે સર્વાધિક 49 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને હૈદરાબાદના બોલેરો ત્રાટક્યા હતા.  હૈદરાબાદના બોલર્સે સારો દેખાવ કરીને દિલ્હીની 9 વિકેટ ખડકી નાખી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી, તો ભુવનેશ્વર કુમારે 2 અને ટી. નટરાજને 1 વિકેટ લીધી હતી. દિલ્હીના બોલર્સની વાત કરીએ તો, દિલ્હીના બોલર્સે હૈદરાબાદના બેટ્સમેનોને નિયંત્રણમાં રાખવાનો સારો પ્રયાસ કર્યો હતો. દિલ્હી તરફથી અક્ષર પટેલે 2 અને એનરિક નોર્ત્જેએ 2 વિકેટ ઝડપી હતી. સાથે સાથે કુલદીપ યાદવ અને ઈશાંત શર્માએ પણ 1-1 વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ સતત ત્રીજો મેચ હારી ગયું છે અને તેની કઠણાઈ યથાવત રહી છે.  દિલ્હી માટે ફરી અક્ષર પટેલ આશીર્વાદ નીકળ્યો હતો એક સમય એવું પણ લાગતું હતું કે દિલ્હીની ટીમ ન જીવા સ્કોરમાં જ સમેટાઈ જશે પરંતુ અક્ષર પટેલ ની બેટિંગના કારણે દિલ્હી કેપિટલ 140 રન થી વધુનો સ્કોર નોંધાવી શકી. બેટિંગની સાથે અક્ષર પટેલે બોલિંગમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને બે મહત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.