દેશમાં પ્રથમ વોટર મેટ્રોનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન કેરેલા ખાતેથી કરશે, 78 વોટર બોટ દોડસે

દેશમાં મેટ્રો હવે પાણી પર દોડવા જઈ રહી છે. દેશની પ્રથમ વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  25 એપ્રિલના રોજ તિરુવનંતપુરમથી વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. વોટર મેટ્રો શું છે અને તેના પર કેવી રીતે મુસાફરી કરી શકાય? ચાલો તેના વિશે બધું જાણીએ. આ વોટર મેટ્રો પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો વોટર પ્રોજેક્ટ બનશે.

કોચી વોટર મેટ્રોનું નિર્માણ પોર્ટ સિટીમાં રૂ. 1,136.83 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ કોચીની આસપાસ સ્થિત 10 ટાપુઓને જોડવામાં આવશે. આ માટે બેટરીથી ચાલતી હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં આ બોટોમાં અદ્યતન ટેકનોલોજી હશે. સાથે જ તે ઈકો ફ્રેન્ડલી પણ હશે. કેરળ વોટર મેટ્રો સંપૂર્ણ એરકન્ડિશન્ડ, ઇકો-ફ્રેન્ડલી હોવા ઉપરાંત દિવ્યાંગો માટેની સુવિધાઓનું પણ ધ્યાન રાખે છે.

વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ હશે. આ પ્રોજેક્ટ કેરળ સરકાર અને કેએફડબલ્યુ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. કેએફડબલ્યુ એ ફંડિંગ એજન્સી છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં તેને હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટીલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, વાઈપિનથી હાઈકોર્ટ વચ્ચેનું અંતર 20 મિનિટમાં જ્યારે વિટ્ટિલાથી કક્કનાડ સુધીનું અંતર 25 મિનિટમાં પહોંચી શકાય છે. શરૂઆતમાં વોટર મેટ્રો સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. તે પીક અવર્સ દરમિયાન દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે. આ સ્થિતિ બાદ સરકાર દ્વારકા પટ્ટાને પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ થી વિકસિત કરે તો નવાઈ નહીં કારણ કે ગુજરાત પાસે 1600 કિલોમીટરનો વિશાળ દરિયાઈ પટ્ટો છે અને તે હજુ પણ વણખેડાયેલો છે ત્યારે કેરેલામાં શરૂ કરવામાં આવેલા વોટર મેટ્રો ની જેમ હવે ગુજરાતમાં પણ આ શરૂ કરાય તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.