લોકડાઉનને કારણે જીવ જાય તો’ય જાવા દેવાનો ? પિતા માટે દવા લેવા બહાર નીકળેલા યુવક પર કલેક્ટરની દાદાગીરી, જુઓ વીડિયો

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા કર્ફ્યુ, મીની લોકડાઉન કે, લોકડાઉન જેવી પાબંદી લગાવામાં આવી છે. જયારે છત્તીસગઢમાં ચાલતા લોકડાઉન વચ્ચે એક તાનાશાહી જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકડાઉનમાં બહાર નીકળેલા યુવક પર કલેક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવી.

આ વાત છે 22 મે, શનિવારની જ્યાં છત્તીસગઢના સૂરજપુરમાં લોકડાઉન દરમિયાન કલેક્ટર રસ્તા પર અવલોકન કરવા નીકળ્યા હતા. લોકડાઉન અવલોકન કરવા રસ્તા પર આવેલા કલેકટર સાહેબે એક યુવકને અટકાવ્યો હતો. તે કાંઈ પણ કહે તે પહેલાં તેણે તેનો ફોન લઈ જોરથી જમીન પર ફેંકી દીધો અને જોરથી થપ્પડ મારી. વાત અહીંયા જ પૂર્ણ નથી થતી, તેણે પોલીસકર્મીને માર મારવાનું કહ્યું.


યુવક તેના પિતા માટે દવા લેવા બહાર નીકળ્યો હતો. કલેકટરે રોક્યો ત્યારે દવા લખેલી ચીઠી બતાવ જાય તે પહેલા ફોને આચકી ફેંકી દીધી અને કઈ સાંભળ્યા વગર યુવકને મારવા લાગ્યા. તેના પછી ગાડીમાંથી ડંડો કાઢી પોલીસને મારવાનો હુકમ કર્યો.

કલેક્ટર રણવીર શર્માનો આ દાદાગીરી વારા વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયો. આખરે રણવીર શર્માએ તેને કરેલા કાર્ય પર માફી માંગી. માફી માગ્યા પછી પણ કલેકરના વ્યવહારને લઈ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે.