Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં સફાઇકર્મીઓનું આંદોલન ૧૨ દિવસે વધુ ઘેરું બન્યુ

સફાઇકર્મીઓ નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન પર બેસશે અને રોજ નવા વિરોધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારતા સફાઇ કર્મી આગેવાન મયુરભાઇ પાટડીયા

જીલ્લા ના સફાઈ કર્મચારીઓ નગરપાલિકા માં જ્યાં સુધી પ્રશ્ન ના નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરી નગરપાલિકા માં હલ્લાબોલ કરશે.સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નગરપાલિકા માં ફરજ બજાવતા એક સો સફાઈ કર્મચારીઓ વિવિધ મુદ્દે અને વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ વઢવાણ નગર પાલિકા સામે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે અને આજે આ ઉપવાસ આંદોલન નો ૧૨ મો દિવસ છે ત્યારે ગઈકાલે આ સફાઈ કર્મચારીઓ દ્વારા વગર પરમિશન એ રેલી યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી સફાઈ કર્મચારીઓના આગેવાન મયુર ભાઈ પાટડીયા મહેન્દ્ર ભાઈ પરમાર અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના કાર્યકરોની વગર પરમિશન એ આ સફાઈ કર્મચારીઓ સાથે રેલી યોજતાં અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે આ રેલી યોજવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકા દ્વારા નમતું ન જોખવામાં આવતા સફાઈ કર્મચારીઓ એ પોતાના ઉપવાસ આંદોલનની શરૂઆત ઉગ્ર રીતે કરી છે ત્યારે આજથી સફાઈ કર્મચારીઓ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકા ને વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ચોક્કસ સમય ની મુદતમાં  સફાઈ કર્મચારીઓને કામે પરત લેવા  અને  પોતા સમય માટે કામે રાખવા માટે  સફાઈ કર્મચારીઓ  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકાને આ પ્રશ્ન ચોક્કસ સમયમાં પૂર્ણ કરવા માટે  નોટિસ આપશે. અને જો આ પ્રશ્નનો નિવેડો આપેલા સમય ગાળા મુજબ નહિ લાવવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનશે અને આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકાના શહેરી વિસ્તાર નું સફાઈ કામદારો દ્વારા સફાઈ કામ સદંતર પણ એ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી એ પણ હાલમાં જણાવ્યું છે કે સફાઈ કર્મચારીઓ કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરીયસ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ આ સફાઈ કર્મચારીઓ સાચા કોરોના વોરિયર્સ હોવાનું વારંવાર દોહરાવી રહ્યા છે. ત્યારે આ સફાઈ કર્મચારીઓને પોતાના પ્રશ્નો બાબતે ન્યાય મળવો જોઈએ અને જો નગરપાલિકા ન્યાય નહીં આપે અને આ સફાઈ કર્મચારીઓના પ્રશ્ન છે તેનું નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ શહેરી વિસ્તારોની સફાઇની કામગીરી સફાઈ કર્મચારીઓ દ્વારા સદંતર બંધ કરવામાં આવશે અને તેની જવાબદારી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ દુધરેજ નગરપાલિકા રહેશે.ત્યારે વધુમાં સફાઈ કર્મચારી ના આગેવાન  મયુરભાઈ પાટડીયા હાલમાં જણાવ્યું છે કે જયાં સુધી આ સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનો નિવેડો ન આવે ત્યાં સુધી સફાઈ કર્મચારીઓ નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન પર બેસશે અને નગરપાલિકામાં રોજ નવા નગરપાલિકા સામે વિરોધ દર્શાવતા કાર્યક્રમો આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.