Abtak Media Google News

ચલો દીલદાર ચલો… ચાંદ કે પાર ચલો…

ચલો દિલદાર ચલો… ચાંદ કે પાર ચલો… આગામી સદીમાં પણ જો હવે માનવજાતે ટકવુ હશે તો, એટલે કે પોતાનું અસ્તિત્વ બચાવી  રાખવુ હશે તો હરિયાળા ગણાતા એવા આપણા નીલા ગ્રહને છોડી અંતરિક્ષમાં સ્થળાંતરિત થવું પડશે. માત્ર ચાંદામામા પર નહિ પરંતુ ચાંદામામાની પણ પાર જવું પડશે. કારણ કે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ તો વધતુ જતુ પ્રદૂષણ તો જળવાયુ પરિવર્તન માનવજાતિ માટે એક મોટા ખતરારૂપ બની રહ્યું છે. અને આનાથી બચી જીવન ટકાવવા આપણે સૌ કોઈએ અંતરિક્ષમાં એક આપણું નવું જ ઘર સ્થાપિત કરવું પડશે.

આપણા હરિયાણા એવા પૃથ્વી ગ્રહ પરથી ચાંદામામા કેવા રૂડા રૂપાળા દેખાય છે…!! જોતા જ જાણે મલકાતાં હોય એમ સફેદ દૂધ જેવા લાગે છે. પણ કોઈને એ ખબર નહી હોય કે આ ચાંદામામાં પણ આપણી માટે મોટી આફતરૂપ બની શકે છે. તાજેતરમાં અમેરિકી અવકાશ એજન્સી નાસાએ એક અભ્યાસ રજૂ કરી ચેતવણી આપી છે કે ચાંદામામાનું હલન ચલન વર્ષ 2030માં પૃથ્વી પર મોટી સુનામી લ્યાવશે. એટલે જ તો હવે રૂપાળા દેખાતા ચાંદામામાને નજર અંદાજ કરીશું તો દરિયામાં ગરક થઈ જઈશું.

 ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનથી પૃથ્વી પર સૌથી મોટો ખતરો
માનવ જીવન ટકાવી રાખવા અવકાશમાં ‘ઘર’ શોધવું જ પડશે !!

 આ પરથી ઘણા લોકો અસમંજસમાં મુકાયા હશે કે આખરે ચાંદામામા કઈ રીતે આપણને દરિયામાં ગરક કરી દેશે..?? આપણી માટે ચાંદામામા કેમ મોટી આફતનો ખતરો બનશે..?? તો ચાલો આ પાછળનું એનું કારણ સમજીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચાંદામામાને કારણે ભરતી અને ઓટ આવે છે. જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે અને ઉપરાંત જ્યારે તે પૃથ્વીની સામી બાજુ હોય ત્યારે સમુદ્રનું પાણી પૃથ્વીની ફરતું એક લંબગોળ બનાવે છે, જેની લાંબી ધરી હંમેશા ચંદ્ર તરફ રહે છે. ભરતીનું કારણ ચંદ્ર  (તથા ઓછા અંશે, સૂર્ય)નું ગુરૂત્વાકર્ષણ બળ છે. પરંતુ દિવસની બીજી ભરતીમાં તો સમુદ્રનું પાણી ચંદ્રથી દૂર જાય છે! ચંદ્રથી દૂરની બાજુ પર આવતી ભરતી ઘણી ગૂંચવણ ઊભી કરે છે. ગૂંચવણનું બીજું કારણ સૂર્ય છે. બધા જાણે છે કે સૂર્યનું ગુરૂત્વાકર્ષણ ચંદ્ર કરતા ઘણું વધારે બળવાન છે.

ચંદ્રનું હલનચલન વર્ષ 2030માં પૃથ્વી પર સુનામી લાવશે !!
અમેરિકી અવકાશ એજન્સી નાસાની ચેતવણી

જળવાયુ પરિવર્તન સહિત ગ્લોબલ વોર્મિંગના અનેક મુદ્દાઓ અંગે વૈજ્ઞાનિકો, વિશ્લેષકો તેમજ પર્યાવરણવીદો દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. કારણ કે આનાથી પૃથ્વી પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે. તમામ મનુષ્ય જીવન સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ વિનાશ પામે તો પણ નવાઈ નહીં..!! હિમનદીઓ ઝડપથી ઓગળી રહી છે અને દરિયાઇ સપાટી સતત વધી રહી છે. આ દરમિયાન, અમેરિકી અવકાશ એજન્સી નાસાએ વધુ એક  ભયાવહ ચેતવણી આપી છે.

નાસાએ કહ્યું છે કે જળવાયું પરિવર્તન પાછળ ચંદ્ર પણ એક મોટું કારણ હોઈ શકે છે. નાસાએ નજીકના ભવિષ્યમાં ચંદ્ર પોતાની ધરી પરથી ડગમગાશે તેમ શક્યતા વ્યક્ત કરી છે. એક અહેવાલમાં યુ.એસ. સ્પેસ એજન્સીએ કહ્યું છે કે જે રીતે હવામાન પલટામાં ગતિ આવી રહી છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, આવી સ્થિતિમાં ચંદ્ર પણ 2030માં ધ્રુજી શકે છે. જો આમ થશે તો ચંદ્રના આ કંપનથી પૃથ્વી પર વિનાશક પૂર આવશે. નાસા દ્વારા કરવામાં આવેલું આ સંશોધન ગત મહિને જળવાયું પરિવર્તન પર આધારિત નેચર જર્નલમાં પ્રકાશિત થયું હતું.

આ સંશોધન અહેવાલમાં, ચંદ્ર પરની હિલચાલને કારણે, પૃથ્વી પર વિનાશક પૂરના ખતરા અંગે સાવધ કરાયા છે. જો કે, જ્યારે પણ પૃથ્વી પર કોઈ ભરતી આવે છે, ત્યારે તેમાં પૂર આવે છે તે આ નામથી ઓળખાય છે. પરંતુ નાસાના સંશોધન કહે છે કે 2030 સુધીમાં પૃથ્વી પર આવતા પૂરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.