લોકોને ફરવાનો શોખ તો હોય છે પરંતુ અમુક લોકો ઉલ્ટીના ડરથી મુસાફરી કરતા ગભરાય જાય છે. પરંતુ પરેશાન થવાની જ‚ર નથી. અને આજે તમને અમુક ઉપાયો જણાવીશ જેનાથી ઉલ્ટીથી સમસ્યાથી બચી શકાશે તો ચાલો જાણીએ તેના ઉપાયો…

– આદુ

આદુમાં એટીમેનિક ગુણ હોય છે. જે મુસાફરી દરમિયાન આદુનો ટુકડો કે પછી આદુની ચા નું સેવન કરવાથી આ મુશ્કેલીથી બચી શકાશે.

– લવિંગ

મુસાફરી દરમિયાન જો તમને ઉબકા કે ઉલ્ટી આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી લો.

– લીંબુ

સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબુ જ‚ર રાખો અને જ્યારે પણ ઉબકા આવે તો લીંબુને સુંઘવાથી કે ચુસવાથી તમને ઉલ્ટીનો ભય નહી રહે.

– ડુંગળી

મુસાફરી દરમિયાન થતી ઉબકાની સમસ્યાથી બચવા માટે અડધો કલાક પહેલા જ ૧ ચમચી ડુંગળીના રસમાં ૧ ચમચી આદુનો રસ મિક્સ કરી તેને લેવાથી ઉલ્ટીથી રાહત થશે.

– સંચણ અને કાળી મરી :લીંબુ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.