Abtak Media Google News

– શુ તમે કરોડપતિ બનવા માંગો છો? અને શું તમે ટેક્નોલોજીને સમક્ષ ટક્કર આપવા માટે તૈયાર છો તો એવા એક ચેલેન્જીસ સાથે ટેક્નોલોજી જાયન્ટ માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦નો સૌથી સુરક્ષિત બનાવવા માટે વિન્ડોઝ બાઉન્ટીનો પ્રોગ્રામ શ‚ કર્યો છે. જેમા જે કોઇ વ્યક્તિ વિન્ડોઝ-૧૦માં બગ (ખામી) શોધી આપશે તો કં૫ની તે વ્યક્તિને ૫૦૦થી ૨.૦ લાખ ડોલર એટલે કે ૧.૬ કરોડ ‚પિયા આપશે.

– તેમજ કંપનીએ જણાવ્યું છે કે આ સોફ્ટવેરમાં જો કોઇ વ્યક્તિ ખામીઓના કોડ સુરક્ષા તેમજ મહત્વપુર્ણ સુધારો અને ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને જો બગ (ખામી) શોધી આપશે તો તેને આ ઇનામ આપવામાં આવશે.

– તે ઉપરાંત કં૫નીને પહેલાથી જાણ હોય એવી બગ (ખામી) શોધી આપનાર વ્યક્તિને ઇનામની ઉચ્ચતમ રકમનો ૧૦મો ભાગ એટલે કે ૧૬ લાખ ‚િ૫યાનું ઇનામ આપવામાં આવશે.

– આ ઉપરાંત ગુગલ, ફેસબુક અને એપલે પણ આવી યોજનાઓનું આયોજન કર્યુ હતું. જેમાં ગુગલે ૨ લાખ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી આ ઇનામ કોઇપણ જીતી શક્યું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.