Abtak Media Google News

રિટર્નની આખરી તારીખ લંબાવાતા કરદાતાઓને ચુકવણીની તક, ટેકસમાંથી છટકબારી કરનારાઓ માટે દંડની રકમ નિર્ધારીત

સરકારે ગુરુવારે આઇટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને ૩૧મી ઓગષ્ટ કરી છે માટે હવે જો ૩૧મી ઓગષ્ટ ચુકી જશો તો દંડ માટેની તૈયારી પણ રાખવી આખરી તારીખ ૩૧મી જુલાઇને લંબાવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસને આશા છે કે જે રકદાતાઓ રીટર્ન ભરી શકયા નથી તેઓ ૩૧મી ઓગષ્ટ સુધીના ભરી શકશે. ફાયનાન્સ મીનીસ્ટર પિયુષ ગોયલે ટવીટ કરી જણાવ્યું હતું કે રીટર્ન ભરવા માટેનો સમય વધારાયો તે માટે નાગરીકોને વિનંતી છે કે તેઓ કર ચુકવણી કરે.

અને ૩૧મી ઓગષ્ટ સુધીમાં ટેકસ ભરવું તે આપણી જવાબદારી છે. રાષ્ટ્રના ઘડતર માટે કર અવશ્ય ભરવો જોઇએ જો કોઇ વ્યસ્તિ ઇન્કમ ટેકસ રીટર્ન સમયસર ડયુ કેટ સુધીમાં ભરવામાં નિષ્ફળ થશે તો તે ચોકકસથી દંડાશે જો ૩૧મી ડિસેમ્બર સુધીમાં રીટર્ન નહી ભરવામાં આવે તેને રૂપિયા ૫૦૦૦ નો દંડ કરવામાં આવશે. તેમજ લેટ ફી રૂપિયા ૧૦ હજાર વસુલવામાં આવશે.

સરકારની આ યોજનાથી આવક વેરામાં પણ વધારો થશે અને કર દાતાઓને પુરતો સમય પણ મળી રહેશે. જો કે કરમાંથી છટકબારી કરનારાઓ માટે દંડની રકમ પણ નિર્ધારીત છે એમ છતાં જો કર ચુકવવામાં નહી આવે તો દંડની જોગવાઇ કરવા તરફ સરકારની નજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.