Abtak Media Google News

ઈલેકટ્રોનિક વસ્તુઓ પર આજથી ૧૮ ટકા જીએસટી લાગુ, સેનેટરી નેપકીનને જીએસટીમાંથી મુકિત

સેનેટરી નેપકીન, ફુટવેર અને રેફ્રિઝરેટર સહિતની લગભગ ૮૮ ચીજવસ્તુઓ આજથી સસ્તી થઈ જશે. આ ઉત્પાદનોને જીએસટીમાં રાહત આપવામાં આવી છે. ફાયનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી પરિષદે ગત સપ્તાહે ૨૮ ટકાના સૌથી ઉંચા કર સ્લેબથી ઘણા ઉત્પાદનોને રાહત આપી હતી અને તેને ૧૮ ટકાના સ્લેબ પર મુકી દીધા હતા. નવા જીએસટીના દર આજથી લાગુ થઈ જશે.

ફ્રીઝ, વોશિંગ મશીન, નાના સ્ક્રીનનું ટીવી, સ્ટોરેજ વોટર હીટર, પેઈન્ટ પર આજથી ૧૮ ટકા જીએસટી લાગશે. આ ઉત્પાદનો પર અગાઉ ૨૮ ટકા જીએસટી દર લાગુ હતો તો બીજી તરફ સેનેટરી નેપકીનને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અગાઉ સેનેટરી નેપકીન પર ૧૨ ટકા જીએસટી હતું. ૧૦૦૦ થી ઓછી કિંમતના જુતા પર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા જીએસટી દર લાગુ કરાયો છે.

આ ઉપરાંત પેઈન્ટ, ફ્રીઝ, વેકયુમ કલીનર, ૨૫ ઈંચનું ટીવી વગેરે એક ડઝન કરતા પણ વધારે ઈલેકટ્રોનિક સામાન પર ૨૮થી ઘટાડીને ૧૮ ટકા જીએસટી લાગુ કરાયું છે. લિથિયમ આર્યન બેટરી, વેકયુમ કલીનર, ક્રુડ ગ્રાઈન્ડર, મિકચર, સ્ટોરેજ વોટર હીટર પર હવે ૧૮ ટકા જીએસટી લાગશે. હેર ડ્રાયર, પેઈન્ટ, વાર્નિશ, વોટર કુલર, મિલ્ક કુલર, આઈસ્ક્રીમ કુલર પર પણ જીએસટી ૧૦ ટકા ઘટાડી દીધો છે. પરફયુમ, ટોયલેટ સ્પ્રે ઉપર હવે ૧૦ ટકા ઓછો જીએસટી લાગશે.

હેડબેગ, જવેલરી નોકસ, પેટીંગના લાકડાના બોકસ, હાથથી બનેલા લેપ પર જીએસટી ઘટાડી ૧૨ ટકા કરી દીધો છે. આ ઉપરાંત આયાત કરાયેલા યુરિયા પર ૫ ટકા રાહત આપવામાં આવી છે. વોશિંગ મશીન પર જીએસટી ૨૮ને બદલે ૧૮ ટકા લગાડવામાં આવ્યો છે.

આ ઉપરાંત પથ્થરની મૂર્તિ, સંગેમરમર, રાખડી, લાકડાની મૂર્તિઓને જીએસટીમાં રાહત આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે નકકી કર્યું છે કે પાંચ કરોડ સુધીના ટર્ન ઓવરવાળા વેપારીઓને માસિક જીએસટી જમા કરાવવુ પડશે સાથે જ તેમને ત્રિમાસિક રિટર્ન ફાઈલ નહીં કરવુ પડે. ટ્રાન્સપોર્ટરોને પણ જીએસટી એનની લીંકથી જોડવામાં આવશે જેથી તેમની મુશ્કેલીઓ પણ ઓછી થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.