Abtak Media Google News

બી1 અને બી2 વિઝા માટે ભારતમાં 500 દિવસથી પણ વધુ સમયનું ’વેઇટિંગ’ !!!

 

 

ભારતીયો માટે યુએસ વિઝાની પ્રતીક્ષા અવધિ ઓછી થઈ રહી નથી. દેશના ઘણા ભાગોમાં, હજુ 500 દિવસથી વધુનો સમય છે. જેને જોતા અમેરિકન એમ્બેસીએ એક મહત્વનું પગલું ભર્યું છે. આ અંતર્ગત અન્ય દેશમાં પ્રવાસ કરનારા ભારતીયો ત્યાંની અમેરિકી એમ્બેસીમાં જઈને અમેરિકાના વિઝા માટે એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે. અમેરિકન એમ્બેસી ઈન્ડિયા દ્વારા આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકા પહેલેથી જ ભારતીયો માટે વિઝાનો બેકલોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકન એમ્બેસી ઇન્ડિયાએ આ ટ્વિટમાં કહ્યું છે કે શું તમે કોઇ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા જઇ રહ્યા છો? જો હા, તો તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા છો તે દેશમાં યુએસ એમ્બેસીમાં વિઝા માટે તમે એપોઇન્ટમેન્ટ મેળવી શકો છો. બેંગકોક સ્થિત અમેરિકન એમ્બેસીએ આગામી મહિનાઓમાં થાઇલેન્ડની યાત્રા કરનારા ભારતીયો માટે બી1/બી2 વિઝા એપોઇન્ટમેન્ટની સુવિધા આપી છે. સુવિધા આપવામાં આવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે બીજા દેશો હોય હવે અમેરિકા જવા માટે ભારતીય લોકો માટે વિઝા એપોઇન્ટમેન્ટ ને લઇ દ્વાર ખોલ્યા છે. આ પહેલા અમેરિકાએ પણ વિઝા પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડવા માટે ખાસ પગલા લીધા છે. આ અંતર્ગત પ્રથમ વખતના અરજદારો માટે ખાસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ એમ્બેસીમાં સ્ટાફની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. તે જ સમયે, 21 જાન્યુઆરીએ મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના કોન્સ્યુલેટમાં પણ ખાસ શનિવાર ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જેમની પાસે અમેરિકાના વિઝા છે તેમને પણ ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપવાની વ્યવસ્થા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.