Abtak Media Google News

ગુજરાતીઓ મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીન હોય છે. પરંતુ આજના સમયમાં બજારમાં મળતા  મસાલા પરથી લોકોને વિશ્વાસ ઉડી ગયો છે. કારણ કે મસાલા લીધા પછી થોડાક સમયમાં તો ખરાબ થઈ જાય છે.આમ તો માસાલાએ આપણા દરેકના ઘરના રોજબરોજની રસોઈનો એક ભાગ છે.કારણ કે તે ભોજનના સ્વાદને વધારી શકે છે. પરંતુ ક્યારેક મસાલા ખરાબ થઇ જવાથી તે સ્વાદ વગરના બની જાય છે. પણ ગૃહણીઓ કઈ રીતે ઘરે જ મસાલા બનાવી શકે અને તે બનાવેલા મસાલાને 12 મહિના સુધી કઈ રીતે સાચવવા તે એક મોટો પ્રશ્ન છે. તો આવો જાણો આ મસાલાને ઘરે બનાવવાની સરળ ટીપ્સ જેનાથી મસાલાઓ વર્ષો સુધી સ્વાદભર્યા અને સારા રહેશે.

Advertisement

તો ચાલો જાણીએ ઘરે મસાલા બનાવવાની કેટલીક સરળ ટિપ્સ, જેનો ઉપયોગ તમે દરરોજ તમારા ભોજનમાં કરી શકો.

ગરમ મસાલો

How To Make Garam Masala - Homemade Garam Masala Blend - Tildaસામગ્રી

  •  આખા ધાણા ,જીરું ,તજ

પદ્ધતિ

ગરમ મસાલાને તૈયાર કરવા માટે સૌપ્રથમ આખા ધાણા, જીરું અને તજ જેવા મસાલાને એક કડાઈમાં લો. ધીમા તાપે તેને ગેસ પર શેકી લો. ત્યારબાદ તેને થોડી વાર ઠરવા દો.પછી તેને મિક્સરમાં દળી લો.

સંભાર મસાલો

Behind The Scenes: Watch How Kitchen King Masala Is Made - Ndtv Food

સામગ્રી

  • મેથીના દાણા ,સરસવના દાણા ,કઢી પતા અને હિંગ ,તેલ

પદ્ધતિ

સંભાર મસાલા બનાવવા માટે મેથીના દાણા, સરસવના દાણા, કઢી પત્તા, લવિંગ અને હિંગને તેલ માં તળી લો. તેને થોડીકવાર ઠરવા દો.પછી  તેને મિક્સરમાં દળી લો. એટલે તૈયાર છે સંભાર મસાલો.

ચાટ મસાલો

Chaat Masala (Indian Street Snack Spice Blend) Recipe

સામગ્રી

  • જીરું અને હિંગ

પદ્ધતિ

પહેલા તો  જીરું અને હિંગને કડાઈ મિક્સ કરીને ગેસ પર મુકીને શેકી લો. ત્યારબાદ તેને  મિક્સરમાં દળી લો. હવે તૈયાર છે ચાટ મસાલો જે વર્ષો સુધી બગડશે નઈ.

બિરયાની મસાલાGaram Masala Powder Recipe

સામગ્રી

  • આખા કાળા મરી , ધાણાજીરું ,તજ, લવિંગ, તમાલપત્ર, જીરું

પદ્ધતિ

બિરયાની મસાલા  બનાવવા માટે સૌપ્રથમ  આખા કાળા મરી, ધાણાજીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને જીરુંને એક મોટા વાટકામાં મિક્સ કરો. પછી તેને એક નાના વાટકા તેલમાં તળી લો .પછી થોડીકવાર ઠરવા દઈને તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવો.

ચાનો મસાલો

8 Uses For Chai Tea

સામગ્રી

  • લવિંગ , નાની ઈલાયચી, કાળા મરી ,સુકા તુલસીના પાન

પદ્ધતિ

ઘરે ચાનો મસાલો બનાવવા માટે લવિંગ, નાની ઈલાયચી, કાળા મરી અને સૂકા તુલસીના પાનને મિક્સરમાં  પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ ચા બનાવતી વખતે તેનો ઉપયોગ કરવાથી ચા સ્વાદિષ્ટ બનશે.

રાયતા મસાલો

Sambhar Powder (Karnataka)

સામગ્રી

  • જીરું ,વરીયાળી ,હિંગ ,મીઠું ,તેલ
  • પદ્ધતિ

સૌપ્રથમ જીરું, વરિયાળી અને હિંગને એક કડાઈમાં તેલ મુકીને તેને ફ્રાય કરો.ત્યારબાદ થોડીક વાર તે મસાલાને  ઠંડા થવા દો. પછી કાળા મરીને મિક્સરમાં દળી લઈને બધા મસાલાઓને મિક્સ કરો.આ પછી મસાલામાં થોડું મીઠું ઉમેરીને થોડીક વાર હલાવો એટલે તૈયાર છે રાયતા મસાલો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.