Abtak Media Google News

ના પાડવા છતા કાઇ કરવું તે માણસની ટેવ હોય છે કહેવાય છે ને સ્રીંગ જેટલી દબાવી રાખો તેટલી જ ઉછળે છે. ભારતમાં તંબાકુ, શરાબ સહિત ઓટો કંપની આઇસર સ્કેમ તેમજ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં અનેક પ્રકારે ગેરકાનુની વેપાર વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં રુ.૧.૧૮૭ કરોડની કિંમતનું ગેરકાનુની માલમત્તા પકડી પાડવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫ કરતા ૨૦૧૬માં ૧૯૧ ટકા સ્મગલિંગના કેસો ભારતમાં વધી રહ્યા હતા.

વર્ષ ૨૦૧૦થી લઇને ૨૦૧૫ સુધીમાં ગેરકાયદેસર સિગારેટ વેચાણનું પ્રમાણ વધીને રુ.૫,૭૭૫ કરોડથી રુ.૨૦,૦૦૦ કરોડ પહોંચી ગયુ હતું. એક રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૪માં રુ.૧૯,૨૪૩ કરોડનું નુકશાન એફએમસીજી કં૫નીને આ ગેરકાયદેસર વેપારનાં કારણે ભોગવવું પડ્યું હતું. તો સરકારને પણ રુ.૫,૯૫૪ કરોડનું નુકશાન થયું હતું. જો કે ભારતમાં ગેરકાયદેસર વેપારના મુખ્ય ઘટકો વધુ ટેક્સનું પ્રમાણ, સસ્તા વિકલ્પો, જાણકારી તેમજ જાગૃકતાની અછત છે. પરંતુ શું આપણે આપણાં ભારતને આ રીતે ભવિષ્યમાં જોવા માંગીએ છીએ…?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.