Abtak Media Google News

ચંદ્રશેખર આઝાદ નો જન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૦૬ માં થયું હતું એટલે કે આજ રોજ તેમને શ્ર્દ્ધાંજલી આપવાનો દિવસ છે. જેમાં તેમણે જાતે ગોરી મારી ને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની સાથે મળીને મરવાની છેલ્લી ક્ષણ સુધી લડતા લડતા અંગ્રેજોના હાથે નહિ પકડાવવાના સપથ લીધા હતા,અને તેઓ પકડાયા ન હતા,ચંદ્રશેખર આઝાદે પોતાના અંતિમ સમયમાં અંગ્રેજોના હાથમાં આવતા પહેલા પોતાની જાતે ગોરી મારી પોતાના પ્રાણનું દેશ માટે બલિદાન આપી દીધું હતું,મોટે ભાગે લોકોમાં  તેઓ  “આઝાદ” તરીકે વધુ ઓરખાતા હતા, ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.

હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ,ચેટર્જી,સચિન્દ્રનાથ સન્યાલ અનેસચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા.પ્રસાદ,અશફાકુલ્લાખાન , ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી,ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં  આવી હતી.પણ આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું.તેની સાથેજ આઝાદ ,ભગવતી ચરણ વહોરા,ભગતસિંહ,શુખદેવ અને રાજગુરુની સાથેજોડાયેલા હતા.તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.

આઝાદનું મૃત્યુ અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરીના રોજ ૧૯૩૧ માં થયું હતું.જાણકારો પાસેથી જાણકારી મળતા બ્રિટિશ પોલીસે આઝાદ અને તેના સાથીઓને ઘેરી લીધા હતા,પોતાનો બચાવ કરતા નતે ખરાબ રીતે જખ્મી થયા હતા,અને તેમણે ઘણા પોલીસોને પણ માર્યા હતા.ચંદ્રશેખર ઘણી બહાદુરીથી બ્રિટિશ સેનાનો સામનો કરી રહ્યા હતા,અને તેથી સુખદેવ રાજ પણ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.લાંબા સમય સુધી ચાલતી ગોળીબાર પછી આઝાદ છેલ્લે ચાહતા હતા કે તે બ્રિટિશોના હાથમાં ના આવે,અને છેલ્લે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોરી બાકી હતી તે તેમણે પોતાને જ મારી દીધી. આઝાદની તે પિસ્તોલ આજે પણ અલ્હાબાદ મ્યુઝિયમમાં જોવા મળે છે.

લોકોને જણાવ્યા વગર જ તેમનો મૃતદેહ રસુલાબાદના ઘાટ ઉપર અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો.પણ જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ પાર્કને ચારે તરફથી ઘેરી લીધો હતો.તે વખતે લોકો બ્રિટિશ શાસકો તરફ નારા લગાવતા હતા અને આઝાદના વખાણ કરતા હતા.અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં આઝાદનું મૃત્યુ થયું હતું .તેમના મૃત્યુ પછી આ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું હતું.તેમના મૃત્યુ પછી ભારતની ઘણી શાળાઓ,કોલેજો,રસ્તાઓ અને તેમના નામ પાર  સામાજિક સંસ્થાઓના નામો પણ  તેમના નામ પર રાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.