Abtak Media Google News

રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે.

તેમનો જન્મ આજરોજના 246 વર્ષ અગાઉ થયો હતો. બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં 22 મે 1772 માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારીનીદેવી શૈવ કુટુંબના હતા.

19મી સદી માં સામાજિક-ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવનાર સંસ્થાઓમાં સૌથી આધુનિક ઢબની અગ્રેસર સંસ્થા બ્રહ્મોસમાજ હતી.

123 17રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે “આત્મીય સભા” નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા “બ્રહ્મોસમાજ” તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો.

બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, “ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી”.

રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહ અકબર બીજાએ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા અને સમાજ સુધારાના કામ બદલ રામમોહન ને એક અંગ્રેજ અધીકારી દ્વારા “રોય” નો ખિતાબ અપાયો હતો. જ્યાં ૨૭ સપ્ટેમ્બર ૧૮૩૩ માં ઇગ્લેન્ડ માં બ્રિસ્ટોલ મુકામમાં અવસાન થયું.

Sati Re Examining The Historical Evidence From 1900Bce To 1900Ceઆજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે

કોલકાતામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી જે આગળ જતાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાય.

તેઓ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી હતા બંગાળીમાં “સંવાદ કૌમુદી” અને ફરસીમાં “મિરાત-ઉલ-અખબાર” નામના સમાચારપત્રો ચાલુ કર્યા હતા. ઇ.સં.1814 માં આત્મીય સભા, ઇ.સં.1819માં કોલકાતા એકતાવાદી સભા અને ઇ.સં.1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને 1800 માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ 1812 માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ 1824 માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.

1829 માં તેમના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો.

રાજા રામમોહન રાય નું બાળપણ નુ શિક્ષણ વિવાદિત છે. એક બાજુ જોઈએ તો રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું.ત્યારબાદ તેઓ મદ્રાસ ના પટના માં અરેબીક અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓ ને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા. જોકે આ બંને સમયગાળા ના સ્થાન અનિશ્ચિત છે.તેઓએ અભ્યાસ કરીને 11 ભાષા શીખી હતી અને તે સમયે બેરિસ્ટર તરીકેની ડિગ્રી મેળવી હતી.

માનવા માં આવે છે કે તેમના મોટાભાઈ ની પત્ની એટલે કે ભાભીની સાથે નાનપણમાં લગાવ  હતો અને તેમના ભાઈનું મુત્યુ થતાં ભાભીને સતી થતાં જોઈને હ્રદયદ્રવી ઉઠયું અને તેમણે સંકલ્પ કર્યો કે આં કૂપ્રથાને તેઓ નાબૂદ કરીને જ રહેશે.

બ્રિસ્ટોલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે

1393170253 Ab9Afb2720 B

19મી સદી માં સામાજિક-ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવનાર સંસ્થાઓમાં સૌથી આધુનિક ઢબની અગ્રેસર સંસ્થા બ્રહ્મોસમાજ હતી અને રાજા રામમોહન રાયનો ઉદેશ એકેશ્વરવાદનો પ્રચાર, સતીપ્રથા, બહુપત્નીત્વપ્રથા, બાલવિવાહ વગેરે કૂપ્રથાઓ નાબૂદ કરી સમાજ માં સુધારો કરવા માંગતા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.