Abtak Media Google News

કચેરીઓના અંદાજિત ૧૦થી વધુ કોમ્પ્યુટરને અસર: અજાણ્યા ઈ-મેઈલ ન ખોલવા અનુરોધ

વિશ્વભરમાં રેન્સમવેર વાયરસ દ્વારા હેકર્સોએ હાહાકાર મચાવી દીધો છે. સીસ્ટમ લોક કરી ડેટા ચોરી અને ડીલીટ કરતા વાયરસને રોકવા અગાઉ અનેક સૂચનો બહાર પડાયા હતા. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રેન્સમવેરનો સાયબર એટેક યો છે. જિલ્લાની એસ.પી.કચેરી સહિત અનેક સરકારી કચેરીઓમાં વાયરસના લીધે અંદાજે ૧૨ ી વધુ કમ્પ્યૂટરો ઠપ ઇ ગયા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ સાયબર વર્લ્ડમાં રેન્સમવેર સાયબર એટેકે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પણ આમાંી બાકાત રહ્યો ની. જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસી  રેન્સમવેર વાયરસે દેખા દીધી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી, લીંબડી પોલીસ મક, જેલ, આરટીઓ કચેરી સહિતના સ્ળે રેન્સવેર ત્રાટકયો હતો. વાયરસના પગલે સરકારી કચેરીઓમાં કમ્પ્યૂટર સીસ્ટમ ઠપ તા કચેરીમાં કામગીરીને અસર ઇ હતી. રેન્સમવેર ત્રાટકતા એસ.પી. કચેરીના પાંચ કમ્પ્યૂટરો, લીંબડી પોલીસ મકના પણ ચાર કમ્પ્યૂટરો સાયબર એટેકનો ભોગ બન્યા હતા. તેમજ જેલના ૨ અને આરટીઓ કચેરીના પણ અમુક કમ્પ્યૂટરો સાયબર એટેકી બંધ ઇ ગયા હતા. જયારે એસ.પી. કચેરી અને લીંબડી પોલીસ મકમાં પોલીસ સાયબર સેલ દ્વારા યુધ્ધના ધોરણે કમ્પ્યૂટર્સને અપગ્રેડ કરવાની કામગીરી હા ધરવામાં આવી હોવાનું ટેકનીકલ સેલના પીએસઆઇ એ જણાવ્યુ હતુ. તેમજ અન્ય વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓને અજાણ્યા ઇમેલ ન ખોલવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત સુરેન્દ્રનગરની કલેકટર કચેરી સહિત અન્ય તાલુકા મકની મામલતદાર કચેરીઓમાં કાર્યરત જી-સ્વાન નેટવર્કમાં પણ રેન્સમવેર આવવાની દહેશતના લીધે ટેનમાઇક્રો નામનો એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. રેન્સમવેર નેટવર્કીંગ સીસ્ટમ પર વધુ એટેક કરતો હોવાી ઝાલાવાડમાં સરકારી કચેરીઓમાં દેખા દીધી છે. ત્યારે આગામી સમયમાં વાયરસ વધુ હાહાકાર મચાવે તેવી શકયતા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.