Abtak Media Google News

૪૧૭૧ આવાસ માટે ફોર્મ લેવા અને પરત કરવાની મુદત ૧૯મી જૂન સુધી વધારાઈ

કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટર અને આઇસીઆઈસીઆઈ બેન્કની શાખાઓમાં ફોર્મ સ્વીકારાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબ્લ્યુએસ-૧ ના ૧૬૪૮ અને ઇડબ્લ્યુએસ-૨ના ૧૬૭૬ તથા એઆઈજીના ૮૪૭ મળી કુલ ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આવાસોનું ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદતમાં આગામી ૧૯ જૂનસુધી વધારો કરાયો છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વિવિધ કેટેગરીના ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે છેલ્લે તારીખ ૩૧ મેં સુધીનો હતો.

કોરોનાના મહામારીના કારણે તેમજ સરકારી કચેરીઓ આવકના દાખલા કઢાવવાની પડતી મુશ્કેલીના કારણે શહેરીજનો આવાસના ફોર્મ મેળવી શકેલ નથી કે પરત આપી શકેલ નથી. જેના કારણે મુદત ૧૯ જૂન સુધી વધારવામાં આવી છે.આવાસના ફોર્મ મેળવવા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.

ઇડબ્લ્યુએસ -૧નાં આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.ઇડબ્લ્યુએસ-૨નાં આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ અને ફોર્મ સાથે રૂ.૧૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

મહાપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૩:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે. ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.