Abtak Media Google News

જમીન સંપાદનના વળતરમાં ટીડીએસ કાપી જ ન શકાય!!

બોટાદ જિલ્લાના ખંબાડા ગામનો મામલો: ચંપાભાઈના જમીન માલિકે હાઇકોર્ટમાં કરી હતી અરજી

જમીન સંપાદન અધિકારીએ વળતરની રકમમાંથી ટીડીએસની રકમ આપ્યા પછી પરત નહી આપતા હાઇકોર્ટે સુએજ વોટર સપ્લાય બોર્ડના અધિકારીને વ્યક્તિગત રીતે  રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ આરટીજીએસથી રજિસ્ટ્રીમાં બે સપ્તાહમાં જમા કરાવવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશ છતાં ટીડીએસની રકમ નહી આપતા કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી.

જ્યારે એકબાજુ કૃષિ ક્ષેત્રને કરવેરામાંથી રાહત આપવામાં આવી છે. તો પછી વેરામુક્ત ક્ષેત્રમાં ટીડીએસ કઈ રીતે લગાવી શકાય તે સવાલ પણ મહત્વપૂર્ણ છે. ત્યારે હાઇકોર્ટે આ તમામ મુદ્દાઓ ધ્યાને લઈને એન્જિનિયરને દંડ ફટકાર્યો છે.

બરવાળા તાલુકામાં આવેલા ખંબાડા ગામમાં ૧૯૯૮માં સરકારે પાણી પુરવઠા યોજના માટે જમીન સંપાદનની કાર્યવાહી કરી હતી. વર્ષ-૨૦૧૩ માં હાઇકોર્ટે જમીન સામેના વળતર ચુકવવા આદેશ કર્યો હતો. સુનાવણી પડતર હતી દરમિયાન ૧૭,૬૨, ૫૦૪ની રકમ પર ૧૧.૩૩ ટકા ટીડીએસ કાપી લેવામાં આવ્યો હતો, પરંતુ તે અરજદારને પરત આપવામાં આવ્યો નહોતો. ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં ટેક્સ પરત આપાયો નહતો.

સરદાર સરોવર નર્મદા નિગમ ૦૭ સપ્ટેમ્બર ૨૦૦૯માં ઠરાવ બહાર પાડીને વળતરની રકમમાંથી ટીડીએસ નહીં કાપવા સુચના આપી હતી અને વારેવાર સુએજ વોટર સપ્લાયને જાણ કરવા છતા ટીડીએસ કાપી લેવાયો હતો. ૧૮ વર્ષ કરતા વધુ સમય થયો છતા ટીડીએસની રકમ પરત નહીં આપતા હાઇકોર્ટે અધિકારીની ઝાટકણી કાઢી હતી માટે માફી માગી લેતા જેલની સજા માફ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.