Abtak Media Google News

રાહુલ ગાંધીએ પીએમ પર પ્રહાર કરતા કહ્યું, ચાર વર્ષમાં મહિલાઓની સ્થિતિ શું ?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ૨૦૧૯ ની ચુંટણીમાં મહીલા મતદારોને ખેંચવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. તેમણે કહ્યું કે હવે પાર્ટીમાં મહિલાઓને બરાબરનો એટલે કે પ૦ ટકા હિસ્સો મળશે. તેમણે મહિલાઓની કોંગ્રેસ પાર્ટીમાં ખુબ જ મોટી ભાગીદારી હોવાનું જણાવ્યું અને કહ્યું કે જો કોંગ્રેસ સત્તા સંભાળશે તો મહિલા આરક્ષણ બીલ પાછુ લાગવશે અને મહિલાઓ સશકત કરશે.વધુમાં રાહુલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મહિલા આરક્ષણ બિલને અમારો સંપૂર્ણ ટેકો હતો આમ છતાં બીલ પાસ થયું નથી એ સરકાર આ મુદ્દે શાંત છે જો કે કોંગ્રેસનું એવું માનવું છે કે રાજકારણમાં પણ મહીલાઓને પ૦ ટકાથી ભાગીદારી મળવી જોઇએ.

ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રકાર કરતાં રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી મહીલા વિરોધી છે અને માટે જ તે આ બીલ નો સ્ટડી કરીને મૌન છે દેશમાં વધતા જતા રેપ અને સેકયુઅલ ઇસ્યુ જ ને ઘ્યાનમાં રાખી કોઇ ઠોસ  પગલા લેવા જોઇએ રાહુલે બિહાર અને ઉત્તર પ્રદેશમાં થઇ રહેલા મહિલાઓના શોષણ વિષે વાત કરતા કહ્યું કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આર.એસ.એસ.) પુરુષ પ્રધાન છે તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ બેટી બચાનો બેટી પઢાઓ અભિયાન શરુ કર્યુ મને એજ સમજાતું નથી કે તેઓ શું બતાવવા માંગે છે. શું ભાજપ સરકારમાં છોકરીઓ કે મહિલાઓ સુરક્ષિત છે?

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસેે મહીલા કોંગ્રેસનો અલગ લોગો અને ફલેટ બનાવ્યા છે. તો બીજી તરફ રાહુલે એમ પણ કહ્યું કે ભાજપ  કે આર.એસ.એસ. મહીલાઓને તે જે સન્માનને લાયક છે. તે આપતું નથી જે હવે કોંગ્રેસ આપશે. વડાપ્રધાન મોદી ભારતમાં બદલાવની વાતો કરે છે. તેઓ કહે છે કે ૭૦ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી. તો પછી છેલ્લા ચાર વર્ષમાં તમે મહીલાઓ માટે શું કર્યુ. તેમણે પીએમને પ્રશ્ર્ન પૂછયો કે શા માટે ભારતમાં મહીલાઓ સુરક્ષિત નથી.

રાહુલે મહીલાઓને એવી પણ બાહેંધરી આપી છે જો કોંગ્રેસ સત્તા સંભાળશે તો મહીલાઓ ને પ૦ ટકા હિસ્સા સાથે આરક્ષણ પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.