Abtak Media Google News

દારૂના નશામા પરિવારજનો સાથે ખેલ કરતા માતાએ રોદ્ર રૂપ ધારણ કર્યું

શહેરમાં મોચી બજાર વિસ્તારમાં આવેલા ખાટકીવાસમાં દારૂના નશામાં ખેલ કરતા પુત્રને માતાએ દસ્તો ઝીકી દેતા યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોચી બજારમાં આવેલા ખાટકીવાસમાં રહેતા ઓસમાણ ઉર્ફે બાપુ હુસેનભાઇ શેખ નામનો 21 વર્ષનો યુવાન રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો.

Advertisement

ત્યારે તેની માતા જેલુનબેને દસ્તા વડે માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઓસમાણ ઉર્ફે બાપુ શેખ રાત્રિના દારૂના નશામાં ખેલ કરતો હતો. જેથી ઉશ્કેરાઈ જઈ તેની માતાએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.

માતા જેલુનબેનના જણાવ્યા મુજબ તેમનો પુત્ર ઓસમાણ ઉર્ફે બાપુ કામ ધંધો કરતો ન હોય અને રોજ દારૂના નશામા પરિવારજનો સાથે ગેરવર્તન કરતો હતો. ગઇ કાલે પણ ઓસમાણ ઉર્ફે બાપુએ દારૂના નશામા માતા સાથે માથાકૂટ કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં માતાએ નશાખોર પુત્રને માથામાં દસ્તો ઝીકી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.