Abtak Media Google News

વીજ જોડાણ કાંપવા ગયેલી ટીમ પર હુમલા બાદ તંત્રની માફી ન માગતા જોડાણ ન આપતા ગ્રાહકેે હાઇકોેર્ટમાં દાદ માંગી હતી

રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટીમ  તા. પ-1ર-રર નાં  રોજ વીજ જોડાણ કાપવા ગઈ હતી ત્યારે  કર્મચારી પર ગ્રાહક પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.  બાદ  પીજીવીસીએલ દ્વારા  ગ્રાહકનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.  ગ્રાહક દ્વારા બાકી બીલની  રકમ  ભરપાઈ કરી  હતી.  કનેક્શનનું જોડાણ ફરી માંગવામાં આવેલુ  પરંતુ  પીજીવીસીએલ દ્વારા ગ્રાહક  ભવિષ્યમાં આવું કૃત્ય નહી કરે તેવું લેખિતમાં માફી પત્ર આપ્યા બાદ જ કનેક્શન આપવામાં આવશે તેવું જણાવેલુ  પરંતુ   ગ્રાહકેે લેખિતમાં માફી માંગીવાનો ઇનકાર કરેલો  અને કનેક્શનનું જોડાણ ફરી મેળવવા  હાઈકોર્ટ માં પીજીવીસીએલ વિરુદ્ધ  દાદ માંગેેલી   આજ સુધી ગ્રાહકને વીજ જોડાણ આપેલ નથી. પીજીવીસીએલ ના કર્મચારી પર હુમલો કરવાના સંદર્ભે  હાઇકોર્ટે હુકમ કરીને ગ્રાહકને આદેશ કરેલો  કે હુકમ ફરમાવ્યની તારીખથી દિવસ 7 માં  ભવિષ્યમાં ફરી વાર આવું ગુનાહિત કૃત્ય નહી કરે  તેવી  પીજીવીસીએલને  લેખિત બાંહેધરી સાથેનું માફીનામું આપે ત્યારબાદ જ કનેક્શન આપવામાં આવશે.

ચુકાદાથી કર્મચારીનું મનોબળ મજબુત બન્યુ : એમ.ડી. વરુણકુમાર

હાઇકોર્ટ ના ચુકાદાથી પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી દરમ્યાન આવા કોઈ ગુનાહિત કૃત્યો કે હુમલાઓ કરનારમાં એક સચોટ દ્રષ્ટાંત બેસે છે. આ તકે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ દ્વારા નામદાર હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને વધાવી કર્મચારીઓનું મનોબળ વધુ મજબુત કરવા બદલ   હાઇકોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.