Abtak Media Google News

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (ઠવશયિં મયતયિિં જ્ઞર ઊીંભિંવ) હંમેશા મુલાકાતીઓને આકર્ષતું હોઈ છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બર થી રણ ઉત્સવ શરૂ થઇ ચૂક્યો છે

Advertisement

કચ્છમાં વિશ્વ વિખ્યાત ‘રણોત્સવ’માં ભારત સહિત વિદેશના ટૂરિસ્ટોનો ધસારો: રણોત્સવમાં આનંદ માણવા ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ: રણોત્સવ હજુ 25મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે

આજે સમગ્ર વિશ્વમાં કચ્છ તેની વિવિધ પરંપરાગત જૂની સંસ્કૃતિ કળા માટે જેટલું પ્રસિદ્ધ છે તેટલું જ પ્રસિદ્ધ તેની ભૌગોલિક પરિસ્થિતિને લીધે છે. કચ્છનું સફેદ રણ અત્યારે સૌનું હોટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. કચ્છમાં રણોત્સવ શરુ થયો છે. આ રણોત્સવમાં પણ દર વર્ષની જેમ ટૂરિસ્ટ્સનો ભારે ધસારો રહે છે. ફકત ગુજરાત ના જ નહિ ભારત ભર માથી ટૂરિસ્ટો  મુસાફરી કરવા આવે છે સાથે વિદેશ થી પણ ટૂરિસ્ટો   રણોત્સવ  માં આવે છે.. આ વખતે  25મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ છે ટેન્ટસિટી. આ વર્ષે પણ રણોત્સવ અને ટેન્ટસિટીનું આોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો રણોત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રણોત્સવમાં કચ્છની કલા અને સંસ્કૃતિનું સચોટ નિરુપણ કર્તા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણઅર્થે સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.  રણોત્સવને ટૂરિસ્ટ્સનો ભારે પ્રતિસાદ મળ્યો છે. ભારત ઉપરાંત ફોરેન ટૂરિસ્ટ્સ પણ આજથી ટેન્ટસિટીનો લ્હાવો લેવા આવી પહોંચ્યા છે. વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધીનો રસ્તો બની ગયો છે. જેથી ટૂરિસ્ટ્સ રોડ ટુ હેવન મારફતે ધોળાવીરાની રોમાંચક મુલાકાત લઈ શકશે. જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવન મારફતે સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણી શકશે.

રણોત્સવમાં વિવિધ ટેન્ટના પેકેજીસ

રણોત્સવમાં 1 ગશલવિં 2 ઉફુત, 2 ગશલવતિં 3 ઉફુત અને 3 ગશલવતિં ફક્ષમ 4 ઉફુત ના જુદાં જુદાં પેકેજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.

પ્રીમિયમ ટેન્ટના ભાવ વ્યક્તિદીઠ 8700 રૂપિયાથી લઈને 29000 રૂપિયા સુધીનું જુદાં જુદાં પેકેજ પ્રમાણે ભાવ છે.સુપર પ્રીમિયમ ટટેન્ટના ભાવ 9600 રૂપિયાથી લઈને 31000 સુધીના પેકેજ છે.

ડીલક્ષ એસી સ્વિસ કોટેજના ભાવ 7100 રૂપિયાથી લઈને 24000 રૂપિયા સુધીના ભાવ છે, તો નોન એસી સ્વિસ કોટેજના ભાવ 5500થી લઈને 18000 રૂપિયાના સુધીના પેકેજ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપલબ્ધ છે…

આ વખતે 350  ટેન્ટસિટી ઊભા કરાયા : દરબારી અને રજવાડી ટેન્ટસ ટૂરિસ્ટ્સના આકર્ષણનું કેન્દ્ર બની

દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવમાં ટેન્ટસિટી મુખ્ય આકર્ષણ છે ટેન્ટસિટી. આ વર્ષે 350 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દરબારી અને રજવાડી ટેન્ટસ ટૂરિસ્ટ્સના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આગામી ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ થઈ ગયું છે.

આ વર્ષે રણોત્સવ અને ટેન્ટસિટીમાં પર્યાવરણ અને તેની જાળવણીનું મહત્વ દર્શાવામાં આવ્યું

આ વર્ષે રણોત્સવ અને ટેન્ટસિટીમાં પર્યાવરણ અને તેની જાળવણીનું મહત્વ દર્શાવામાં આવ્યું છે. તે અનુસંધાને સમગ્ર પરિસરમાં પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની જગ્યાએ ઠેર ઠેર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાયકલ્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં ધોરડોને યુએન દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. તેથી દર વર્ષ કરતા આ વર્ષે રણોત્સવ અને ટેન્ટસિટીની મુલાકાતે આવતા

પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. અમે આ વર્ષે પર્યવારણની જાળવણીનો સંદેશો ફેલાય તે માટે આ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કર્યો છે, પ્લાસ્ટિકના બદલે અમે લાકડાનો વધુ ઉપયોગ કર્યો છે. તેમજ અમે સાયકલ્સ અને ઈલે. વ્હીકલ્સની સંખ્યા પણ વધારી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.