Abtak Media Google News

સ્વામીનારાયણ સંપ્રદાયના ઉત્સવો-મહોત્સવ જગપ્રખયાત છે તેમજ એમાયે સમૈયો એ તો સંપ્રદાયના પેટન્ટ ઉત્સવ કહેવાય કેમ કે, સ્વયં સ્વામીનારાયણ ભગવાન વખતથી વખતો વખત કાર્તીકી સમૈયા”નુ આયોજન થતુ આવ્યુ છે અને વિશેષ સ્વંયં શ્રીહરિએ પ્રર્વતાવેલ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની હરિભક્તોને આજ્ઞા કરી છે ત્યારે સંતો-ભક્તો ખૂબ પ્રેમથી ભક્તીરસમા જોડાતા હોય છે ત્યારે વડામથક  વડતાલધામ મધ્યે “કાર્તીકી સમૈયા” નુ ખૂબ ધામ ધૂમથી આયોજન કરવામા આવ્યુ હતુ અને આવા દિવ્યાતીદિવ્ય અને ભવ્યાતીભવ્ય ઉત્સવમા 7 લાખથી પણ વધુની સંખ્યામા તદઉપરાંત 65 ગામોના 1390 ભક્તો પદયાત્રા કરી ઉમટી પડયા હતા .

Advertisement

અબતક મીડિયાની મુલાકાતે આવેલા ડો.સંતવલ્લભદાસજી સ્વામી અને ચેતન રામાણીએ મહોત્સવની વિગતો આપી

વડતાલ સ્વામિનારાયણ મંદિરની સૌ પ્રથમ ટપાલ ટિકિટનું થયું વિમોચન

અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા વડતાલ સંચાલિત બોર્ડના કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું જેમા ભારતના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ જી ની વિશેષ ઉપસ્થીતીમા તેમજ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનીધ્યમા ગુજરાત યાત્રાધામ પૈકી વડતાલ સ્વામીનારાયણ મંદિરની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરવામા આવ્યુ હતુ જેમા ટિકીટની વાત કર્યે તો વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ જે 2024ના નવેમ્બરમા યોજાવાનો છે તેનો લોગો અને વડતાલધામના મંદિરનો ફોટો “ભારત પોસ્ટ ઓફીસ” વિભાગ દ્વારા રાખવામા આવ્યો છે. વડતાલ સંચાલીત મુંબઇ મંદિર માટે રૂ.2.51 કરોડની માતબર રકમના 4 કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધી થસે.

વડતાલના અગ્રણી હરીભક્ત ચેતનભાઈ રામાણી એ જણાવતા કહ્યું હતુ કે, ગુજરાતના એકમાત્ર સુવર્ણ મંદિર વડતાલધામમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ  હરિકૃષ્ણ મહારાજના મંદિર પ્રતીષ્ઠાના નવેમ્બર 2024માં 200 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે સમગ્ર વડતાલને સજાવવામા આવશે અને દિવ્યાતીત તેમજ ભવ્યાતીત ઉત્સવ યોજાવાનો છે જેમા રોજ 5 લાખથી વધુ લોકો અપેક્ષીત છે તમામ ભક્તોને ભોજન તેમજ રહેવાના ઉતારા માટે આસપાસના ગામડાઓમા ટેન્ટો વિગેરે સુવિધા હશે, બાળકો માટે રમત ગમત મેળો, સાંસકૃતીક પ્રદશનો તેમજ તેના પ્રચાર પ્રસાર અર્થે સંતો સામુહીક આમંત્રણ આપવા ગામડે ગામડે સભાઓ કરશે, મહામંત્રોના જાપો થશે ત્યારે આવા મહોત્સવ નિમિત્તે સરકારે પ્રકાશિત કરેલ સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ તથા સ્પેશ્યલ કવર” ના વિમોચન પ્રસંગે મોટા લાલજી  સૌરભપ્રસાદજી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખ, પ્રભુચરણ સ્વામી, વિગેરે વડિલ સંતો તેમજ જયેન્દ્રસિંહ જાદવ (ગુજરાત સાહિત્ય અકાદમી) અને પોસ્ટ વિભાગનાં અધિકારી સુચીતા જોશીજી એ ગાદીવાળાનાં હસ્તે તથા ડુંગરાણી પરિવારનાં હસ્તે ટપાલ ટિકીટ અને સ્પેશ્યલ કવરનું અનાવરણ કરાવ્યું હતું ત્યારબાદ ટપાલ વિભાગનાં અધિકારીઓએ આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, કથાના વક્તા નીલકંઠચરણ સ્વામીજી, નૌતમપ્રકાશ સ્વામીજીને મોમેન્ટો અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા, મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા રૂ.2.51 કરોડની માતબર રકમના 4 કીલોના સુવર્ણના મૂંગટની અર્પણવિધિ થઈ ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા .

તેમજ આ પ્રસંગે સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે તે જીવનભર યાદ રહેતી હોય છે ત્યારે મારા જીવનની આ અદ્ભુત ક્ષણ છે જેમા મારા વિભાગ તરફથી વડતાલ મંદિરની ટિકીટ તથા સ્પેશ્યલ કવર અનાવરણ કરવાની તક મળી તે મારા માટે અહોભાગ્યની વાત છે. 2024 માં ઉજવાનારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટિકીટ તથા સ્પેશ્યલ કવર આવનારી પેઢીઓ સુધી રહેવાની છે. વડતાલધામ મંદિરના ખાતમૂર્હતથી લઈ મંદિરમાં દેવોની પ્રતિષ્ઠા ભગવાન શ્રીહરિએ કરી તેના અદ્ભુત ઈતિહાસ વર્તમાનનાં સાક્ષી આપણે સૌ બન્યા છીએ.

અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીત કરતા ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે

પ્રશ્ન: વર્ષો જૂની સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા આજે પણ યથાવત છે. આ સિદ્ધિ પાછળનું કારણ શું?

જવાબ: સ્વામિનારાયણ ભગવાનની એક જ વાત કરી છે કોઈ માણસ પોતાના કુળ પરંપરાથી મોટો નથી હોતો પોતાના આચાર વિચાર પ્રભાવ અને કરમઠતાથી કારણે આગળ આવે છે. સ્વામિનારાયણ ભગવાન ની શિક્ષાપત્રિકામાં સદાચાર શબ્દ લખ્યો છે. સ્વામિનારાયણ ભગવાને આપેલી આચાર વિચારની પરંપરા આજની યુવા પેઢીએ જાણવી જોઇએ.સ્વામિનારાયણ ભગવાને આપેલા સદાચારના નિયમોનું પાલન કરવું જોઇએ. વિદેશમા હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક બિઝનેસમેનો છે એ બિઝનેસમેનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને સંપ્રદાયને ઉજાગર કરીને સમાજને આગળ લાવવા માટે યોગદાન આપે છે. તેવા લોકો પાસેથી આજની યુવા પેઢી એ માર્ગદર્શન મેળવવું જોઈએ.  આચાર,વિચાર, અને વડીલોને આદર આપવો એ આપણી સંસ્કૃતિ છે.

પ્રશ્ન: આપની સંસ્કૃતિ ઉજવળ છે હાલની નવી પેઢીમાં વૈચારિક અતિક્રમણ વધ્યું છે તેનું કારણ શું?

જવાબ: દુનિયામાં સૌથી જૂનું પુસ્તક ઋગ્વેદ છે દુનિયાને વાંચતા લખતા નહોતું આવડતું કોઈ લિપિ નહોતી ત્યારે ભારતના સંતોએ ગ્રંથો રચ્યા હતા તે આજે પણ આપણે સિંચન કરીએ છીએ.આપણી કમજોરી એ છે કે જૂની પરંપરાની ભુલાવી અતિક્રમણ કરી આપણા મગજમાં ઘુસાડી દીધું છે કે આપણી પરંપરા બરોબર નથી અને બીજાની પરંપરા સારી છે. આજની યુવા પેઢીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવી અને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. અંગ્રેજોએ  ભારતમાં 200 વર્ષ રાજ કર્યું છતાં પણ અંગ્રેજોએ આપણી પરંપરાનો પહેરવેશ સ્વીકાર્યો નહી અને આપણે જ્યારે વિદેશ જઈએ ત્યારે સુટ બુટમાં ફરીએ છીએ. અને ગૌરવ અનુભવીએ છીએ જે આપણી માનસિકતા છે.શિક્ષણ પદ્ધતિમાં સંસ્કૃતીનું ગૌરવ જ્યાં સુધી જળવાય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણને ના હરાવી શકે

પ્રશ્ન: સંસ્કૃતિને જાળવી રાખવા સરકાર દ્વારા અઠવાડિયામાં સંતોનો એક લેકચર હોવો જોઈએ એ બાબતે આપનું શું માનવું છે?

જવાબ: દેશના મહાન સંતોએ  આપણી પરંપરાથી વાકેફ રાખે છે. દેશની પ્રજાને ઉજાગર રાખે છે.ભવિષ્ય માટે ભૂતકાળની શિક્ષા ગ્રહણ કરીએ તો આત્મસન્માન સાથે જીવવાનો રસ્તો સરળ રહે.સ્વામીનારાયણ સંપ્રદાય ફેલાય છે તેની પાછળનું કારણ એ જ છે કે સ્વામિનારાયણ ગુરુકુળ અને સ્કૂલમાં સ્વામિનારાયણના સંતો સંચાલન કરે છે અને સંતો દ્વારા આજની યુવા પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવામાં આવે છે

પ્રશ્ન: સ્વામિનારાયણ સંપ્રદાયનું મેનેજમેન્ટ અદભુત હોય છે. મેનેજમેન્ટ કૌશલ્ય પાછળની કઈ  શક્તિ કામ કરે છે?

જવાબ: દરેક સંપ્રદાયના સાધુ સંતો પાસે વિશાળ કૌશલ્ય હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો પોતાની પરંપરા ના સમન્વય સાથે આજની યુવા પેઢીને માર્ગદર્શન આપીને ભૂતકાળનું વાગોળી ભવિષ્યમાં કઈ રીતે સમસ્યાનું નિરાકરણ થઈ શકે તે માટે કોઠાસૂઝ દ્વારા સમજાવવામાં આવે છે. આપણી પરંપરા પ્રમાણે કોઠાસૂઝએ કૌશલ્યનો ભાગ છે.

પ્રશ્ન: હરિકૃષ્ણ મહારાજના મંદિર પ્રતિષ્ઠાના 2024માં 200 વર્ષ પૂર્ણ થશે. કેવું અયોજન?

જવાબ: હરિકૃષ્ણ મહારાજના મંદિર પ્રતિષ્ઠાના  નવેમ્બર 2024 માં 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર વડતાલને સજાવવામાં આવશે. દિવ્ય અને ભવ્યથી ભવ્ય ઉત્સવ મનાવવામાં આવશે.યુવાપેઢી ખૂબ સહકાર આપે છે આજની યુવા પેઢી મજબૂત હસે તોજ  આવનારું ભવિષ્ય ઊજળું અને સુરક્ષિત બનશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રક્તદાન કેમ્પ ચલાવવામાં આવે છે તેમજ અન્ય સેવાકીય કાર્ય અને અવરનેસ માટેના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃકતા ફેલાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.