Abtak Media Google News

12X8 70

માણાવદર તાલુકામાં છેલ્લા 15 દિવસ થી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે માણાવદર તાલુકાના નાંદરખા ગામે આભ ફાટ્યું હોય તેમ ત્રણ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હતા. ભારે વરસાદના પગલે નાંદરખા કતકપરા રોડની સાઈડ તેમજ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોના ધોવાણ થયા હતા ખાસ કરીને દલિતવાસમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા જેને કારણે અહીં વસવાટ કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નાંદરખા ગામના ઉપસરપંચ પ્રવીણભાઈ મોહનભાઈ વાસજાળીયા નું બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને કારણે ધરાશાયી થયું હતું તેમજ નાંદરખા ગામના ખેડૂત સવજીભાઈ કચરાભાઈનું પણ બળદ બાંધવાનું ઢાળ્યું ભારે વરસાદને લીધે ધરાશાયી થયું હતું. ચંદુભાઈ વડુકીયા અને મનસુખભાઈ વડુકીયા ના ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો હતો તેમજ ડેમનો પારો ઓવરફ્લો થઈ અશોકભાઈ જીવનભાઈ નું ખેતર તેમજ તેની બાજુમાં ભોવનભાઈ ગોવિંદભાઈ જાવિયાના ખેતરમાં પણ પાણી ફરી વળેલ છે અને ખેડૂતોનો ઉભો મોલ ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે તેમ નાંદરખા ગામના સરપંચ કે.ડી લાડાણીએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.