Abtak Media Google News

દરેક દેશો સાથે ડોલરમાં જ વેપાર કરવાની દાયકાઓ જૂની પ્રથા હવે યુએઇ તોડી નાખે તેવી શક્યતા, બન્ને દેશો વચ્ચે વ્યાપારના ચલણ મુદ્દે ચર્ચા

ક્રૂડ સિવાયની વસ્તુઓમાં યુએઇ સાથે રૂપિયાથી વ્યાપાર થશે. આ અંગે બન્ને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. એમ યુએઇના વિદેશ વેપાર પ્રધાન ડૉ. થાની અલ ઝૈઉદીએ જણાવ્યું હતું.

ભારતના મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર સાઉદી અરેબિયાએ વેપાર સોદાને લઈને મોટો નિર્ણય લીધો છે.  સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું છે કે સાઉદી અરેબિયા યુએસ ડોલર સિવાય અન્ય કરન્સીમાં વેપાર કરવા અંગે વાટાઘાટો કરવા તૈયાર છે.

સાઉદીના વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત માટે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બંને દેશોએ હાલમાં જ આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા-રિયાલમાં વેપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી.  આ સિવાય ભારતે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022માં અન્ય ગલ્ફ દેશ યુએઇ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલે અગાઉ પણ વેપાર દ્વારા સંબંધોમાં વિવિધતા લાવવાની વાત કરી છે.  તેમણે વેપાર દ્વારા યુએઇ સાથેના સંબંધોમાં વિવિધતા લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ગયા વર્ષે સાઉદી અરેબિયાના વેપાર પ્રધાન માજિદ બિન અબ્દુલ્લા અલ કસબી સાથેની મુલાકાતમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક સંબંધોને વેગ આપવા માટે, વધુ રોકાણ આકર્ષિત કરવાની અને દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવાની જરૂર છે.  સાઉદી અરેબિયા ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ છે અને વેપાર સાઉદી અરેબિયાની તરફેણમાં વધુ છે.

વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયા દાયકાઓથી ડોલરમાં વેપાર કરે છે.  પરંતુ ગ્લોબલાઈઝેશનના યુગમાં હવે  સાઉદી અરેબિયા ચીન અને ભારત સહિતના મહત્વના વેપારી ભાગીદારો સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સાઉદી અરેબિયા પેટ્રોડોલર સિસ્ટમનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જેની સ્થાપના 1970 માં કરવામાં આવી હતી.  ક્રૂડ ઓઈલની નિકાસની કિંમત યુએસ ચલણમાં માત્ર પેટ્રોડોલર સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે.

સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું કે જે રીતે ચીન અને અમેરિકા સાથે અમારા ઊંડા વ્યૂહાત્મક સંબંધો છે.  અમે યુરોપ અને અન્ય દેશો સાથે સમાન સંબંધ વિકસાવવા ઈચ્છીએ છીએ જે અમારી સાથે કામ કરવા ઈચ્છુક અને સક્ષમ છે.

સપ્ટેમ્બર 2022 માં, ભારત અને સાઉદી અરેબિયાએ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે રૂપિયા-રિયાલ ચલણમાં વેપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી.ભારત સરકાર દ્વારા જારી કરાયેલા એ કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વેસ્ટ કોસ્ટ રિફાઈનરી, લિક્વિફાઈડ નેચરલ ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ભારતમાં વ્યૂહાત્મક અનામતના વિકાસ સહિતના સંયુક્ત સાહસોમાં સહયોગ ચાલુ રાખવા સંમત થયા છે.

યુએઇ માટે ભારત સાથેના વ્યાપારી સબંધ ખૂબ મહત્વના

સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સાઉદી અરેબિયા અમેરિકા, ચીન અને યુએઇ પછી ભારતનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે.  ભારત સાઉદી અરેબિયા પાસેથી કુલ આયાત કરાયેલા ક્રૂડ ઓઈલમાંથી લગભગ 18 ટકા ખરીદે છે.  નાણાકીય વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 42.8 બિલિયન યુએસ ડોલર હતો.આ સમયગાળા દરમિયાન ભારતે સાઉદી અરેબિયામાંથી 34.01 બિલિયન ડોલરની આયાત કરી હતી.  જ્યારે સાઉદી અરેબિયાને લગભગ 9 બિલિયન યુએસ ડોલર વેચવામાં આવ્યા હતા.  ભારતે પાછલા નાણાકીય વર્ષ કરતાં લગભગ 50 ટકા વધુ નિકાસ કરી છે.  નાણાકીય વર્ષ 2021-22માં સાઉદી અરેબિયા સાથેનો કુલ વેપાર ભારતના કુલ વેપારના 4.14% હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.