Abtak Media Google News

વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોય દર બે દિવસે ફીઝીકલ બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરવાનો નિર્ણય કરાયો છે તેમ જિલ્લા કોરોના સારવાર સુવિધાના સલાહકાર ડો.મીનુ પટેલે જણાવ્યું હતું.

સયાજી હોસ્પિટલના કોરોના સારવાર સુવિધાના સલાહકાર ડો.મીનુ પટેલે જણાવ્યું કે કોરોના ના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને પગલે કોરોના વિભાગમાં સતર્કતા અને સુસજ્જતા વધારવામાં આવી છે.ટેલીફોનીક સંકલન સતત જાળવવામાં આવી રહ્યું છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા નવી પરિસ્થિતિ ના સંદર્ભમાં સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

મંગળવારે કોર કમિટી ની બેઠક પછી તેમણે આ પ્રકારની ફિઝિકલ મિટિંગ શક્ય હોય ત્યાં સુધી અઠવાડિયામાં બે થી ત્રણ વાર યોજી સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો.

બેઠકમાં ડો. મીનુ પટેલ દ્વારા કોવિડ-19ની સ્થિતિ અને કેસોની સંખ્યામાં વધારાની સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા 15 દિવસ દરમિયાન કોરોનાના કેસમાં વધારો  થયો હોવાથી, દર્દીઓના એડમિશન અને ઓ.પી.ડી. માં વધારો થયો છે. આ અંગેની જરૂરી વ્યવસ્થાઓ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સલાહકાર ડો મીનુ પટેલે જણાવ્યું કે કોવિડ-19 ના વધતાં સંક્રમણને કારણે એસ.એસ.જી. હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં દર્દીઓ ની સંખ્યામાં વધારાના પ્રમાણમાં તબીબોની સંખ્યા વધારવાનું આયોજન છે.  તથા કોવિડ બિલ્ડિંગ માટે આઇ.સી.યુના બીજા, ચોથા અને પાંચમા માળને શરૂ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટરના પોઇન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં 22 બેડનું કોવિડ ટ્રાએજ પણ કાર્યરત છે જે શંકાસ્પદ દર્દીઓમાંથી કોવિડ પોઝિટિવને અલગ તારવીને જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં ખૂબ ઉપયોગી નિવડયું છે.

હાલમાં ઇન્ટર્ન નથી એટલે તેમના વિકલ્પે ફિઝિયોથેરાપીના 28 ઇન્ટર્નીફિઝિયો સિવાયના તબીબી કામોમાં સેવા લેવામાં આવશે. નર્સિંગ સ્ટાફ કેસોની ઘટતી સંખ્યા સાથે ઘટાડવામાં આવ્યો હતો જે કેસોમાં વધારાને અનુલક્ષીને કુલ સંખ્યા વધારીને 90 કરવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય તો પણ વેન્ટિલેટર સતત ચાલુ રહે તેની તકેદારીરૂપે યુપીએસ બેકઅપની ચકાસણી કરાવવામાં આવી રહી છે. 500 કેવીના બે અને 125 કેવીનું એક એમ ત્રણ ઉપલબ્ધ જનરેટર ની સર્વિસિંગ દ્વારા કાર્યરતતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.ચોથા વર્ગના સેવકોની સંખ્યામાં 50નો વધારો કરવાની સાથે સુરક્ષા સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં બે ઓકસીજન ટેન્ક કાર્યરત છે જેની ક્ષમતા 40 હજાર લિટરની છે.એટલે હાલમાં ઓક્સિજન પુરવઠાની બાબતમાં કોઈ ચિંતા નથી.સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે 568 પથારીઓ ઉપલબ્ધ છે.60 પથારીનું બીજા માળનું આઇસીયુ, 4થા માળે 105 બેડ,5માં માળે 103 બેડ ઉપલબ્ધ છે.તમામ ઓકસીજન પોઇન્ટની કાર્યરતતા ચકાસી લેવાની સુચના આપવામાં આવી છે. ડો.પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.